Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આકાશ ચોપડાએ કેમ પોતાની બેટિંગ ઉપર જ કોમેન્ટ્રી કરી?

આકાશ ચોપડાએ કેમ પોતાની બેટિંગ ઉપર જ કોમેન્ટ્રી કરી?

15 October, 2020 06:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આકાશ ચોપડાએ કેમ પોતાની બેટિંગ ઉપર જ કોમેન્ટ્રી કરી?

આકાશ ચોપડા

આકાશ ચોપડા


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી આકાશ ચોપડા (Aakash Chopra) પોતાના ક્રિકેટ કરિયર કરતા વધુ એક કોમેન્ટેટર તરીકે પ્રચલિત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે તેમણે ઓછી મેચ રમી હોય પરંતુ ડોમેસ્ટીક ક્રિકેટમાં તેમની કારકિર્દી સારી રહી હતી.

પોતાની અદભુત કોમેન્ટ્રી માટે ફેમસ આકાશ ચોપડાએ પોતાની બેટિંગના એક વીડિયો ઉપર જ કોમેન્ટ્રી કરી છે. લાંબા સમયથી ફૅન્સની માગ હતી કે આકાશ ચોપડા પોતાની બેટિંગ ઉપર કોમેન્ટ્રી આપે. આકાશ ચોપડાએ પણ ફૅન્સને નારાજ કર્યા નહીં.




તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટમાં એક વીડિયો શૅર કર્યો, જેમાં તે ઑસ્ટ્રેલિયા સામેની એક મેચમાં બેટિંગ કરી રહ્યા છે અને પાછળ એ પોતે જ કોમેન્ટ્રી આપી રહ્યા છે. વીડિયોમાં આકાશ ચોપડાએ ઉપર કમેન્ટ આપી કે, ઓન પબ્લિક ડિમાંડ.


વીડિયોના ત્રણ બોલ પણ અદભુત છે. બ્રેટ લી બોલિંગ કરી રહ્યો છે જેમાં પહેલા બોલમાં તે આઉટ સાઈડ એજથી બચી જાય છે, બીજા બોલમાં ગિલક્રિસ્ટ તેનો કેચ પકડે છે પરંતુ તે નો બોલ હોય છે અને ત્રીજા બોલમાં સાયમન કેટિચ કેચ છોડી છે. આ ત્રણેય ઈન્ટરસ્ટિંગ બોલમાં આકાશ ચોપડાની કોમેન્ટ્રી પણ સાંભળવા જેવી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 06:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK