૭૬ વર્ષનાં દાદીમા જીત્યાં બે સિલ્વર મેડલ

Published: 17th November, 2011 09:20 IST

પાલેમબૅન્ગ (ઇન્ડોનેશિયા): દર બે વર્ષે અહીં યોજવામાં આવતી બ્રિજ (પત્તાંની રમત)ની ચૅમ્પિયનશિપ્સમાં ગઈ કાલે સિંગાપોરનાં ૭૬ વર્ષની ઉંમરના વૃદ્ધાએ બે વર્ગની હરીફાઈમાં બીજા નંબરે આવીને સિલ્વર મેડલ જીતી લીધા હતા.



ઇન્ગ લાઇ ચુન નામનાં આ વૃદ્ધા નિવૃત્તિ શિક્ષક છે. તેઓ આ ચૅમ્પિયનશિપ્સમાં સૌથી મોટી ઉંમરનાં સ્પર્ધક હતાં. તેમણે પ્રથમ સિલ્વર મેડલ ટીમ-સ્પર્ધામાં અને બીજું મેડલ ૩૩ વર્ષની સાથીપ્લેયર સાથેની જોડીમાં જીતી લીધું હતું. જોકે આ ચૅમ્પિયનશિપ્સમાં માત્ર ગોલ્ડ મેડલ જીતનારાંઓને જ રોકડ ઇનામ આપવામાં આવતું હોવાથી ચુનને પ્રાઇઝમાં કંઈ જ નહોતું મળ્યું.

ચુનને ત્રણ પૌત્ર અને બે પૌત્રીઓ છે. ચુનને ૭૬ વર્ષની ઉંમરે પણ કોઈ બીમારી નથી. તેઓ ચુસ્ત રહેવા અને સ્ફૂર્તિ જાળવવા દરરોજ સવારે પોણો કલાક દોડે છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK