Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Tokyo Olympics માં 3x3 બાસ્કેટબોલની ક્વોલિફાઈંગ મેચ ભારતમાં રમાશે

Tokyo Olympics માં 3x3 બાસ્કેટબોલની ક્વોલિફાઈંગ મેચ ભારતમાં રમાશે

08 October, 2019 07:35 PM IST | Mumbai

Tokyo Olympics માં 3x3 બાસ્કેટબોલની ક્વોલિફાઈંગ મેચ ભારતમાં રમાશે

ટોક્યો ઓલિમ્પિક 2020

ટોક્યો ઓલિમ્પિક 2020


Mumbai : Tokyo Olympics માં સામેલ થનાર તમામ રમતોના ક્વોલિફાઇંગ રાઉન્ડની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે ઓલિમ્પિકમાં રમાનારી 3x3 બાસ્કેટબોલ સ્પર્ધા માટે ક્વોલિફાઇંગ મેચ ભારતમાં રમાશે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશન (FIBA)એ તેની જાહેરાત કરી છે. આ ક્વોલિફાઇંગ મેચ આગામી વર્ષે માર્ચ મહિનામાં રમાશે. ભારતમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં 40 ટીમો ભાગ લેશે, જેમાં 20 પુરૂષ અને 20 મહિલા ટીમો હશે. આ મુકાબલા ભારતમાં ક્યાં રમાશે તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે. ફીબાએ પોતાની પ્રેસ રિલીઝમાં કહ્યું કે, ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટના વિજેતાઓને છ ઓલિમ્પિક ટિકિટ આપવામાં આવશે જેમાથી ત્રણ પુરૂષ અને ત્રણ મહિલા ખેલાડીઓને મળશે.

ભારતીય બાસ્કેટબોલ ફેડરેશનના અધ્યક્ષે આપી માહિતી
પ્રથમવાર કોઈ ઓલિમ્પિકમાં આ 3x3 બાસ્કેટ બોલની સ્પર્ધા થઈ રહી છે. ભારતીય બાસ્કેટબોલ ફેડરેશનના અધ્યક્ષ ગોવિંદરાજ કેમ્પારેડ્ડીએ કહ્યું, 'અમારા માટે આ મોટા સન્માનની વાત છે કે અમને ઈવેન્ટની યજમાની કરવાની તક મળી. અમે જોઈશું કે અમારા ખેલાડી ઓલિમ્પિકમાં ક્વોલિફાઇ કરવા માટે કોઈ કસર ન છોડે.'

આ પણ જુઓ : રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

ક્વોલિફાઈંગ રાઉન્ડ ભારતને આપીને અમે ખુશ છીએ : FIBA
FIBA ના મહાસચિવ એંડ્રિયાસ જાગ્કિ્લસે કહ્યું, 'અમે ઓલિમ્પિકના ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટની યજમાની ભારતને આપીને ખુશ છીએ. સતત બે વાર બીએફઆઈ દ્વારા બેંગલુરૂમાં આયોજીત ફીબા મહિલા એશિયા કપના સફળ આયોજનને જોતા અમે 3x3 ક્વોલિફાઇંગ સ્પર્ધા માટે અમે ઉત્સાહિત છીએ જ્યાં ઓલિમ્પિક ફેન્સનો ખુબ મોટો આધાર છે.'


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2019 07:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK