World Cup 2019: 7 વિકેટથી જીતી વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાનનો પરાજય

નોટિંગહેમ | Jun 01, 2019, 09:12 IST

કૅરેબિયનોએ ૧૩.૪ ઓવરમાં ૧૦૮ રન બનાવીને ૭ વિકેટથી મેળવી આસાન જીત, લંચની ૩ મિનિટ પહેલાં કુલ ૩૫.૨ ઓવરમાં મૅચનો થઈ ગયો ફેંસલો, પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે ટૉસ હારવાની કિંમત ચૂકવી

World Cup 2019: 7 વિકેટથી જીતી વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાનનો પરાજય
સિક્સર કિંગ : સતત છઠ્ઠી વન-ડેમાં ૫૦ ફિફ્ટી ફટકાર્યા પછી અભિવાદન ઝીલતો ક્રિસ ગેઇલ.

અણધારી જીત અથવા હાર મેળવવાનો ક્રમ પાકિસ્તાને જાળવી રાખતાં ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામે નોટિંગહેમના ટ્રેન્ટ બ્રિજ ગ્રાઉન્ડમાં ૨૧.૪ ઓવરમાં ૧૦૫ રનમાં તંબુભેગી કરીને વર્લ્ડ કપની ધમાકેદાર શરૂઆત કરી હતી. મૅચ પછી પાકિસ્તાનના કૅપ્ટન સરફરાઝ અહમદે કહ્યું હતું કે બાઉન્સી કન્ડિશનમાં ટૉસ હારવો એ નુકસાનની વાત છે. પાકિસ્તાનનો વર્લ્ડ કપમાં આ બીજો લોએસ્ટ ટોટલ સ્કોર બન્યો હતો.

ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે બાઉન્સી પરિસ્થિતિને ધ્યાન રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનના બન્ને ઓપનર ૬ ઓવરની અંદર આઉટ થઈને પૅવિલિયન પાછા ફર્યા હતા. ૧૦મી ઓવરમાં હેરિસ સોહેલ અને ૧૪મી ઓવરમાં બાબર આઝમ આઉટ થઈ ગયા હતા. ૧૭મી ઓવરમાં ૭૫ રનના ટોટલે જેસન હોલ્ડરે સરફરાઝ અહમદને આઉટ કર્યો હતો. અહીંથી વિકેટોનું પતન એવું શરૂ થયું કે ૩૦ રનમાં છેલ્લી ૬ વિકેટ પડી ગઈ હતી.

આ પણ વાંચો : World cup 2019: 1975 થી 2019 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી પહેલો બૉલ ફેંકનારને મળો

ટી૨૦ વર્લ્ડ કપ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝે ક્રિસ ગેઇલના ૩૪ બૉલમાં ૬ ફોર અને ૩ સિક્સરની મદદથી આક્રમક ૫૦ રન બનાવીને ૭ વિકેટથી આસાન જીત મેળવી હતી. એની છેલ્લી ૬ વન-ડે ઇનિંગ્સના સ્કોર આ મુજબ છે : ૭૩, ૧૩૫, ૫૦, ૧૬૨, ૭૭, ૫૦.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK