World Cup 2019:શ્રીલંકા 136 રને ઑલઆઉટ, ન્યુ ઝીલૅન્ડ વિના વિકેટે 137 રન

કાર્ડિફ | Jun 02, 2019, 11:41 IST

કાર્ડિૅફમાં કિવી બોલરો મેટ હેનરી અને લોકી ફગુર્સને લંકાને ૧૩૬ રનમાં ધરાશાયી કર્યા બાદ ઓપનરોએ અડીખમ રહીને અપાવી ૧૦ વિકેટથી આસાન જીત, સતત બીજી મૅચમાં એશિયન ટીમ ૧૫૦ રનની અંદર થઈ આઉટ

World Cup 2019:શ્રીલંકા 136 રને ઑલઆઉટ, ન્યુ ઝીલૅન્ડ વિના વિકેટે 137 રન
ઘાતક બોલિંગ : શ્રીલંકાની વિકેટ સિલેબ્રટ કરતો પ્લેયર ઑફ ધ મૅચ મેટ હેનરી.

ગઈ કાલે સતત બીજા દિવસે એશિયાની ટીમ ૧૫૦ રનની અંદર ઑલઆઉટ થઈ હતી. શુક્રવારે પાકિસ્તાનની ટીમ ૨૧.૪ ઓવરમાં ૧૦૫ રને આઉટ થયા પછી ગઈ કાલે શ્રીલંકાની ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે ૨૯.૨ ઓવરમાં ૧૩૬ રનમાં ધરાશાયી થતાં કિવીઓએ ૧૦ વિકેટથી મૅચ જીતી લીધી હતી. શ્રીલંકન ઓપનર અને કૅપ્ટન દિમુથ કરુણારત્નેના ૮૪ બૉલમાં કીમતી નૉટઆઉટ બાવન રન પાણીમાં ગયા હતા.

ટૉસ જીતીને ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસને કોઈ ભૂલ ન કરતાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ૪૬ રને કુશલ પરેરાની વિકેટ ગુમાવ્યા પછી શ્રીલંકાએ ૧૫.૨ ઓવરમાં ૬૦ રન સુધીમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. કરુણારત્ને અને થિસારા પરેરા વચ્ચે સાતમી વિકેટ માટે બાવન રનની પાર્ટનરશિપ થતાં સ્કોરને થોડું સન્માન મળ્યું હતું. સારી વાત એ રહી કે તેમણે પાકિસ્તાનના ૧૦૫ રનને પાર કર્યો હતો. જોકે સમગ્ર ટીમ ૨૯.૨ ઓવરમાં ૧૩૬ રનમાં આઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપમાં વૉર્નર, રાશિદ અને જોફ્રા આર્ચર ધૂમ મચાવશે: સચિન તેન્ડુલકર

કિવી ઓપનર માર્ટિન ગપ્ટિલે ૫૧ બૉલમાં ૮ ફોર અને ૨ સિક્સરની મદદથી ૭૩ અને કોલિન મનરોએ ૪૭ બૉલમાં ૬ ફોર અને ૧ સિક્સરની મદદથી ૫૮ રન બનાવ્યા હતા. ગયા મહિને મુંબઈ ઇન્ડિયન્સને ફાઇનલમાં છેલ્લી ઓવરમાં જિતાડનાર લસિથ મલિન્ગાએ પાંચ ઓવરમાં ૪૬ રન ખર્ચી નાખ્યા હતા. કિવીઓએ માત્ર ૧૬.૧ ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ અચીવ કર્યો એનો અર્થ એમ થાય છે કે તેમનો નેટ-રનરેટ વધી ગયો છે જેનો ફાયદો તેમને લીગ રાઉન્ડના અંતે વધુ થશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK