2016માં આઇપીએલનું ટાઇટલ જીતવું મારા માટે બેસ્ટ ક્ષણ હતી : વૉર્નર

Published: Apr 19, 2020, 10:55 IST | Agencies | New Delhi

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર અને સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નરનું કહેવું છે કે આઇપીએલમાં તેની બેસ્ટ આઇપીએલ ક્ષણ ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે જીતેલું ટાઇટલ હતું.

ડેવિડ વૉર્નર
ડેવિડ વૉર્નર

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઓપનર અને સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નરનું કહેવું છે કે આઇપીએલમાં તેની બેસ્ટ આઇપીએલ ક્ષણ ૨૦૧૬માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે જીતેલું ટાઇટલ હતું. આઇપીએલના ઇતિહાસમાં પહેલી વાર વૉર્નરના નેતૃત્વમાં સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. એ ફાઇનલ મૅચને યાદ કરતાં વૉર્નરે કહ્યું કે ‘મારી ફેવરિટ આઇપીએલ મેમરી ૨૦૧૬માં આઇપીએલ ટાઇટલ જીતવાની હતી. એ વખતે અમારી ટુર્નામેન્ટ ઘણી સારી રહી હતી. ઘણી ગેમો અમે એવી જીત્યા હતા જે ઘણી ક્લૉઝ રહી હતી અને એ ગેમને કારણે જ અમારામાં એક પ્રકારનો જોશ આવ્યો હતો. એ ગેમ જીતવા બદલ અમારા એ વખતના કોચ અને મેન્ટરોનો હું આભારી છું. અમારી છેલ્લી મૅચ બૅન્ગલોરમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે રમાઈ હતી. એ ઍડિશનમાં કોહલી ઘણો આક્રમક રમ્યો હતો અને તેણે અંદાજે ૯૦૦ જેટલા રન બનાવ્યા હતા. ફાઇનલ મૅચમાં ટૉસ જીતીને પહેલાં બૅટિંગ લીધી હતી અને પછી રન ડિફેન્ડ કર્યા હતા. એ મૅચમાં અમે સારું પર્ફોર્મ કરી શક્યા હતા બેન કટિંગે છેલ્લી ઓવરમાં લગભગ ૨૮ રન બનાવ્યા હતા. વિરાટ અને ગેઇલ રમતા હતા ત્યારે મારું દિલ મારા મોંમાં આવી ગયું હતું, છતાં અમે તેમની વિકેટ જલદી લઈ શક્યા હતા જેને કારણે અમે જીત્યા હતા.’

શીલા કી જવાની પર દીકરી સાથે ડાન્સ કર્યો ડેવિડ વૉર્નરે

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડી ડેવિડ વૉર્નરે હાલમાં પોતાની દીકરી સાથે ડાન્સ કરતો એક ટિકટૉક વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે. વૉર્નરની દીકરી ભારતીય કપડાં પહેરીને બૉલીવુડ આઇટમ નંબર ‘શીલા કી જવાની’ પર ડાન્સ કરી રહી છે જેમાં વૉર્નર પણ તેની સાથે ડાન્સ કરી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK