૪૦૮ નંબરની જર્સી પહેરીને ફિલિપ હ્યુઝને આપશે શ્રદ્ધાંજલિ

Published: 7th December, 2014 07:11 IST

ભારત સામેની પહેલી ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ



સ્વર્ગસ્થ ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપવા માટે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ-ટીમ ભારત સામેની ટેસ્ટ-મૅચોની સિરીઝની પહેલી મૅચમાં પોતાની જર્સી પર રાષ્ટ્રીય પ્રતીકની નીચે ૪૦૮ નંબર લગાવવાનો નિર્ણય લીધો છે. હ્યુઝ ઑસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટ-મૅચોમાં રમવાવાળો ૪૦૮ નંબરનો ખેલાડી હતો. એક ડોમેસ્ટિક મૅચ દમ્યાન શૉં ઍબૉટનો બાઉન્સર વાગતાં થયેલી ઈજાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

સામાન્ય રીતે દરેક ખેલાડીની જર્સી પર તેનો પોતાનો નંબર હોય છે, પરંતુ નવ ડિસેમ્બરે તમામ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ હ્યુઝનો ટેસ્ટ-કૅપ નંબર પહેરશે. હ્યુઝના જીવન તથા તેની સિદ્ધિઓનું સન્માન કરવાના ભાગરૂપે પ્રથમ ટેસ્ટ દરમ્યાન અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. હ્યુઝના મોત બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ પહેલી ટેસ્ટ રમશે તથા આ દરમ્યાન સમગ્ર માહોલ ભારે લાગણીશીલ રહે એવી શક્યતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK