આજથી રાજકોટમાં મુંબઈ-સૌરાષ્ટ્રની રણજી મૅચ

Published: 15th December, 2012 10:16 IST

જાડેજા-પુજારાની ગેરહાજરીથી આગરકર ઍન્ડ કંપનીને ફાયદોરાજકોટ : રણજી ટ્રોફીમાં ગ્રુપ ‘એ’ના પૉઇન્ટ્સ-ટેબલમાં બીજું સ્થાન ધરાવતા સૌરાષ્ટ્ર સામે પાંચમો નંબર ધરાવતા મુંબઈનો આજથી ચાર દિવસનો મુકાબલો શરૂ થઈ રહ્યો છે. આ સીઝનની પાંચ મૅચમાં બે ટ્રિપલ સેન્ચુરીઓ સાથે કુલ ૭૯૪ રન બનાવનાર અને ૨૪ વિકેટ લેનાર રવીન્દ્ર જાડેજા તેમ જ ચેતેશ્વર પુજારા નાગપુરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચમાં રમી રહ્યા છે અને તેમની ગેરહાજરીનો મુંબઈની ટીમ લાભ ઉઠાવી શકશે.

જોકે છેલ્લા ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્ર સામે મુંબઈનો રેકૉર્ડ સારો નથી. ત્રણેય વર્ષમાં એક-એક વખત રાજકોટમાં સૌરાષ્ટ્રે મુંબઈ સામે પ્રથમ દાવની લીડથી વધુ પૉઇન્ટ મેળવ્યા હતા.

જાડેજા-પુજારાની ગેરહાજરીમાં સૌરાષ્ટ્રની બૅટિંગ લાઇન-અપમાં સૌથી જવાબદારી શેલ્ડન જૅક્સન, અર્પિત વસાવડા, સિતાંશુ કોટક, સાગર જોગિયાણી અને કૅપ્ટન જયદેવ શાહ પર છે. પેસબોલરોમાં જયદેવ ઉનડકટ તથા સિદ્ધાર્થ ત્રિવેદી અને સ્પિનરોમાં કમલેશ મકવાણા તથા નયન દોશીનો સમાવેશ છે.

મુંબઈની ટીમમાં ખાસ કરીને અજિંક્ય રહાણે, વસીમ જાફર, રોહિત શર્મા, હિકેન શાહ, અભિષેક નાયર, અજિત આગરકર, ઇકબાલ અબદુલ્લા અને થોડા દિવસ પહેલાં પંજાબ સામેની મૅચના બીજા દાવમાં ૧૦માંથી ૯ વિકેટ લેનાર અંકિત ચવાણનો સમાવેશ છે.

આવતી કાલે બીજી મુખ્ય મૅચોમાં બરોડાનો મુકાબલો તામિલનાડુ સામે અને દિલ્હીનો મહારાષ્ટ્ર સાથે થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK