દેરાવાસી જૈન જ્ઞાતિના ટીનેજરની ડબલ સિદ્ધિ ટેનિસમાં બે ટ્રોફી જીત્યો

Published: 8th December, 2012 08:59 IST

પેડર રોડ પર રહેતા ૧૪ વર્ષની ઉંમરના દેરાવાસી જૈન જ્ઞાતિના નંદિશ વોરાએ થોડા દિવસ પહેલાં મુંબઈમાં આયોજિત ઑલ ઇન્ડિયા રેન્કિંગ ટૅલન્ટ્સ સિરીઝની અન્ડર-૧૬ ટેનિસ ટુર્નામેન્ટમાં સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું અને ડબલ્સમાં રનર્સ-અપ રહ્યો હતો.





નંદિશે ચેમ્બુરની ઍકર્સ ક્લબમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં સિંગલ્સની ફાઇનલમાં શોનિત ઘિયા નામના પ્લેયરને ૬-૧, ૬-૩થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. નંદિશ અને અરમાન ભાટિયાની જોડીનો ડબલ્સમાં વત્સિન ઠાકર અને ક્રિãયન કમિંગ્સ સામે ૪-૬, ૭-૫, ૬-૧૦થી પરાજય થયો હતો.

ચર્ચગેટની સેન્ટ ઝેવિયર્સ બૉય્ઝ ઍકૅડેમીમાં દસમા ધોરણમાં ભણતો નંદિશ મૂળ કચ્છના મુંદ્રા ગામનો છે. હવે તે સાંતાક્રુઝ (ઈસ્ટ)ના કાલિના વિસ્તારમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની અન્ડર-૧૮ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK