Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રવીણકુમારનો ચાહક ઑટોગ્રાફ લેવા આવ્યો ને તેની રિવૉલ્વર ચોરી ગયો?

પ્રવીણકુમારનો ચાહક ઑટોગ્રાફ લેવા આવ્યો ને તેની રિવૉલ્વર ચોરી ગયો?

14 December, 2011 09:24 AM IST |

પ્રવીણકુમારનો ચાહક ઑટોગ્રાફ લેવા આવ્યો ને તેની રિવૉલ્વર ચોરી ગયો?

પ્રવીણકુમારનો ચાહક ઑટોગ્રાફ લેવા આવ્યો  ને તેની રિવૉલ્વર ચોરી ગયો?






મેરઠ: હરભજન સિંહની કારમાંથી તેનો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ૧૦ ક્રેડિટ કાર્ડ ધરાવતી બૅગ ચોરાઈ ગઈ હોવાના સમાચાર આવ્યા બાદ ગઈ કાલે બીજા જ દિવસે પેસબોલર પ્રવીણકુમારના ઘરમાંથી રિવૉલ્વર ચોરાઈ ગઈ હોવાની માહિતી પોલીસે બહાર પાડી હતી. પોલીસને શંકા છે કે પ્રવીણકુમારથી આ રિવૉલ્વર ઘરમાં જ ક્યાંક રખાઈ ગઈ હશે. જોકે પ્રવીણકુમારના પરિવારજનોને શંકા છે કે શુક્રવારે સવારે પ્રવીણકુમારને તેના કેટલાક ચાહકો મળવા આવ્યા હતા એ દરમ્યાન જ તેની રિવૉલ્વર ચોરાઈ ગઈ હશે.


પ્રવીણકુમાર ઈજાને કારણે ઑસ્ટ્રેલિયા નથી જઈ શક્યો.


શુક્રવારે સવારે તેને મેરઠમાં મુલતાન નગર વિસ્તારમાં તેના ઘરે કેટલાક ચાહકો મળવા આવ્યા હતા. એમાંના કેટલાકે તેની સાથે વાતચીત કરવા ઉપરાંત તેનો ઑટોગ્રાફ પણ લીધો હતો. તેઓ ગયા પછી સાંજે પ્રવીણકુમારના ફૅમિલીમેમ્બરોને ખબર પડી હતી કે ઘરમાંથી રિવૉલ્વર ગુમ થઈ ગઈ છે. તેમણે બે દિવસ સુધી રિવૉલ્વર શોધી હતી, પરંતુ એ ન મળતાં પોલીસને જાણ કરી હતી. પ્રવીણકુમારે ૨૦૦૭માં પહેલી વાર ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું ત્યારે તેણે આ રિવૉલ્વર ખરીદી હતી. Whatsapp-channel Whatsapp-channel

14 December, 2011 09:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK