Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે કરેલા ૧૮૩ રન મારા માટે ગેમ-ચેન્જર હતા : વિરાટ કોહલી

પાકિસ્તાન સામે કરેલા ૧૮૩ રન મારા માટે ગેમ-ચેન્જર હતા : વિરાટ કોહલી

01 June, 2020 04:32 PM IST | Mumbai Desk
Agencies

પાકિસ્તાન સામે કરેલા ૧૮૩ રન મારા માટે ગેમ-ચેન્જર હતા : વિરાટ કોહલી

વિરાટ કોહલી

વિરાટ કોહલી


૨૦૧૨ના એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે ઢાકામાં પાકિસ્તાન સામે ૩૩૦ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતીય ચાહકોને ખુશ કરી દીધા હતા. આ મૅચમાં વિરાટ કોહલીએ ૧૮૩નો વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો જે પાકિસ્તાનની ટીમ સામે કોઈ પણ ભારતીય પ્લેયરે નોંધાવેલો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર હતો. પાકિસ્તાન ક્રિકેટ ટીમે પહેલાં બૅટિંગ કરીને ૬ વિકેટે ૩૨૯ રન બનાવ્યા હતા જેની સામે ભારતે ૪૭.૫ ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને ૩૩૦ રનનો લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. સોશ્યલ મીડિયા પર વાત કરતાં વિરાટ કોહલીએ ૧૮૩ રનની ઇનિંગને પોતાને માટે ગેમ-ચેન્જર ગણાવી હતી.

એ ઇનિંગને યાદ કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘પાકિસ્તાનની બોલિંગ મજબૂત હતી, કારણ કે એમાં વેરિયેશન પણ હતું. એ વખતે તેમની ટીમમાં શાહિદ આફ્રિદી, સઈદ અજમલ, ઉમર ગુલ, ઐઝાઝ ચિમા અને હાફિઝ જેવા પ્લેયરો હતા. શરૂઆતની ૨૦-૨૫ ઓવર સંપૂર્ણપણે તેમના ફેવરમાં હતી, પણ મને યાદ છે કે હું ખુશ હતો, કેમ કે એ વખતે હું સચિન તેન્ડુલકર સાથે બૅટિંગ કરી રહ્યો હતો. કદાચ એ તેમની પાકિસ્તાન સામેની છેલ્લી વન-ડે હતી, જેમાં તેમણે ૫૦ રન બનાવ્યા હતા અને અમે ૧૦૦ રનની પાર્ટનરશિપ કરી હતી. માટે મારા માટે એ એક યાદગાર મૅચ હતી. એ વખતે હું સતત મારી જાતને પ્રોત્સાહિત કરતો રહેતો હતો જેથી કોઈ પણ પરિસ્થિતિમાં હું સારું રમી શકું. એ મૅચ મારા માટે ગેમ-ચેન્જર બની ગઈ હતી. મને યાદ છે કે એ વખતે રવિવાર હતો અને આખા દેશની નજર અમારી મૅચ પર હતી. રોહિત શર્મા પણ ૬૮ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોનીએ મળીને મૅચ જિતાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 04:32 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK