વાનખેડેમાં માત્ર ૧૫ ટકા ટિકિટો વેચાઈ છે

Published: 21st October, 2011 18:47 IST

માર્ચ-એપ્રિલના વલ્ર્ડ કપ દરમ્યાન વાનખેડે સ્ટેડિયમમાં જાહેર જનતા માટેની ટિકિટોનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી મોટો વિવાદ સર્જાયો હતો એટલે હવે રવિવારે આ સ્ટેડિયમમાં રમાનારી ઇંગ્લૅન્ડ સામેની ચોથી વન-ડે (નીઓ ક્રિકેટ અને ડીડી નૅશનલ પર બપોરે ૨.૩૦) માટે મુંબઈ ક્રિકેટ અસોસિએશને કુલ ૩૨,૦૦૦ સીટમાંથી લગભગ ૨૧,૯૦૦ સીટની ટિકિટો જાહેર જનતા માટે રાખી છે.

 

(હરિત એન. જોશી)

મુંબઈ, તા. ૨૧

જોકે ગઈ કાલે વેચાણના પ્રથમ દિવસે માત્ર ૨૩૦૦ એટલે અંદાજે ૧૫ ટકા જેટલી જ ટિકિટો વેચાઈ હતી.

ભારત ત્રણેય વન-ડે જીતીને સિરીઝ કબજામાં કરી ચૂક્યું છે, પરંતુ વાનખેડેમાં ટિકિટોના ભાવ ૧૦૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦ તથા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા ઊંચા હોવાથી, દિવાળીનો તહેવાર હોવાથી તેમ જ સચિન સહિતના સિનિયરો ન રમતા હોવાથી લોકોમાં ઉત્સાહ નથી જોવા મળ્યો. અસોસિએશન સાથે જોડાયેલી ક્લબોએ પણ ઓછો રસ બતાવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK