Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજનો દિવસ રોહિત શર્મા માટે છે ખાસ, જાણો કેમ?

આજનો દિવસ રોહિત શર્મા માટે છે ખાસ, જાણો કેમ?

13 December, 2020 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આજનો દિવસ રોહિત શર્મા માટે છે ખાસ, જાણો કેમ?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


આજે ભારતીય ક્રિકેટના ‘હીટ મેન’ રોહિત શર્મા માટે સ્પેશ્યિલ દિવસ છે. આજે લગ્નને 5 વર્ષ પૂરા થયા છે. રોહિત શર્માએ 2015માં રીતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. તેમ જ શર્માએ વર્ષ 13 ડિસેમ્બર, 2017 શ્રીલંકા સામેની મોહાલી વનડે મેચમાં તેની વનડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી.




આઈસીસીએ રોહિતને ટ્વિટ કરી શુભેચ્છાઓ પાઠવી છે. શર્માની ઇનિંગ્સને ફરી યાદ કરી યાદો તાજી કરી છે. રોહિત શર્માએ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ દ્વારા રિતિકાને મળ્યો હતો. લગ્ન પહેલા રિતિકા રોહિતની સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર હતી. બંને લગભગ 6 વર્ષથી એક બીજાને સારી રીતે જાણતા હતા. આ પછી, બંનેએ એકબીજાને લગભગ છ વર્ષ સુધી ડેટ કરી હતી. 2015માં, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.


રોહિત શર્મા રિતિકાને બોરીવલી સ્પોર્ટ્સ ક્લબ લઈ ગયો. આ તે જગ્યા હતી જ્યાં 11 વર્ષની ઉંમરે રોહિતે પ્રથમ વખત બેટ પકડવાનું શીખ્યો હતો. આ પછી રોહિત તેના ઘૂંટણ પર બેસીને રિતિકાને તેની આંગળીમાં વીંટી પહેરાવી હતી અને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો.

પ્રપોઝ કર્યા પછી બંનેએ જૂન 2015માં લગ્ન કર્યા હતા, જેનું ભવ્ય રિસેપ્શન મુંબઇની તાજ હોટેલમાં રાખવામાં આવ્યું હતું. આ લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમના ઘણા પ્રખ્યાત ખેલાડીઓ પહોંચ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

13 December, 2020 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK