° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ફિફા વર્લ્ડ કપ માટે કયા દેશો ક્વોલિફાય થયા અને હજી કોને કોને તક છે?

19 November, 2021 06:59 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં પશ્ચિમ એશિયાના કતાર દેશમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં કુલ ૩૨ ટીમો ભાગ લેશે.

મંગળવારે બ્રાઝિલના રાફિન્હાને કોણીમાં ઈજા પહોંચાડ્યા બાદ તેને બેઠો કરવાનો પ્રયત્ન કરી રહેલો આર્જેન્ટિનાનો નિકોલસ ઑટમેન્ડી. એ.એફ.પી.

મંગળવારે બ્રાઝિલના રાફિન્હાને કોણીમાં ઈજા પહોંચાડ્યા બાદ તેને બેઠો કરવાનો પ્રયત્ન કરી રહેલો આર્જેન્ટિનાનો નિકોલસ ઑટમેન્ડી. એ.એફ.પી.

આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં પશ્ચિમ એશિયાના કતાર દેશમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપમાં કુલ ૩૨ ટીમો ભાગ લેશે અને એ માટે અત્યાર સુધીમાં યજમાન કતાર સહિત કુલ ૧૩ દેશો ક્વૉલિફાય થઈ ગયા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પોર્ટુગલ સહિત બીજા દેશો હમણાં નિરાશ છે અને એમણે પ્લે-ઑફમાં જીતવું જ પડશે. યુરોપમાંથી છેલ્લી ઘડીએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ પોતપોતાના ગ્રુપમાં ટૉપ પર રહીને સીધા વર્લ્ડ કપમાં પહોંચ્યા છે.

કયા દેશ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયા?

૧. કતાર (યજમાન) ૨. બેલ્જિયમ, 
૩. ફ્રાન્સ, ૪. સ્પેન, ૫. ક્રોએશિયા, ૬. જર્મની, ૭. સ્વિટ્ઝરલૅન્ડ, ૮. ડેન્માર્ક, ૯. નેધરલૅન્ડ્સ, ૧૦. બ્રાઝિલ, ૧૧. ઇંગ્લૅન્ડ, ૧૨. આર્જેન્ટિના, ૧૩. સર્બિયા
કયા દેશોએ પ્લે-ઑફમાં રમવું પડશે?
સીડેડ દેશો : પોર્ટુગલ, સ્કૉટલૅન્ડ, ઇટલી, રશિયા, સ્વીડન, વેલ્સ.
અનસીડેડ દેશો : ટર્કી, પોલૅન્ડ, નૉર્થ મેસેડોનિયા, યુક્રેન, ઑસ્ટ્રિયા, ચેક રિપબ્લિક.
બીજા કયા દેશોને હજી તક છે?
કૅનેડા, અમેરિકા, મેક્સિકો, સાઉદી અરેબિયા, જપાન, ઑસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, ઇજિપ્ત, અલ્જીરિયા.

રેફરીએ રેડ કાર્ડ ન બતાવ્યું એટલે તેમને સસ્પેન્ડ કરાયા
વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં મંગળવારે ઉરુગ્વેના રેફરી ઑન્દ્રસ કુન્હા અને વિડિયો અસિસ્ટન્ટ એસ્ટેબાન ઑસ્ટોજિચે બ્રાઝિલ સામેની મૅચ દરમ્યાન આર્જેન્ટિનાના ડિફેન્ડર નિકોલસ ઑટમેન્ડીને ગંભીર ફાઉલ છતાં તેને રેડ કાર્ડ ન બતાવ્યું એટલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૅચની ૩૫મી મિનિટે નિકોલસે બ્રાઝિલના ફૉર્વર્ડ ખેલાડી રાફિન્હાને કોણી મારી હોવા છતાં રેફરીએ નિકોલસને રેડ કાર્ડ બતાવવાનું ટાળ્યું હતું. આ ટક્કરમાં રાફિન્હાએ પાંચ ટાંકા લેવા પડ્યા હતા છતાં સેકન્ડ હાફમાં તેની કોણીમાંથી લોહી વહેતું હતું.
આ મૅચ ૦-૦થી ડ્રૉમાં પરિણમી હતી જેને કારણે આર્જેન્ટિના વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થયું હતું. બ્રાઝિલ પણ ક્વૉલિફાય થઈ ગયું છે.

 

19 November, 2021 06:59 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

અમદાવાદમાં નીરજ ચોપરાએ બાળકોને શીખવ્યું ભાલાફેંક, વડાપ્રધાને આપી પ્રતિક્રિયા

બાળકોને જેવલિન થ્રો શીખવતો નીરજ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

05 December, 2021 03:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

સિંધુ જપાનની અકાનેને હરાવીને પહોંચી ગઈ ફાઇનલમાં

સિંધુ ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ જીતી હતી

05 December, 2021 12:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

જુનિયર હૉકીમાં જર્મની સામે ભારત ૨-૪થી હારી ગયું

ભારત વતી ઉત્તમ સિંહ, બૉબી સિંહ ધામીએ એક-એક ગોલ કર્યો હતો

04 December, 2021 10:58 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK