Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ચેલ્સીની પ્રીમિયર લીગના ટાઇટલની આશા ઓસરી રહી છે

ચેલ્સીની પ્રીમિયર લીગના ટાઇટલની આશા ઓસરી રહી છે

20 January, 2022 12:55 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેલ્સીની ટીમ છેલ્લી ચાર મૅચમાંથી એકેય નથી જીતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇંગ્લૅન્ડના ઈસ્ટ સસેક્સમાં આવેલા બ્રાઇટન શહેરમાં મંગળવારે બ્રાઇટન સામે રમાયેલી ઇંગ્લિશ પ્રીમિયર લીગની મૅચ ૧-૧થી ડ્રૉમાં જતાં ચેલ્સી માટે ટાઇટલ જીતવાની સંભાવના વધુ 
ઘટી ગઈ છે. યુરોપિયન ચૅમ્પિયન ચેલ્સી ૪૪ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે અને મોખરાની મૅન્ચેસ્ટર સિટી (૫૬) સાથેનું એનું અંતર વધી ગયું છે. લિવરપુલ (૪૫) બીજા નંબર 
પર છે. બીજી બાજુ, ચોથા નંબરની વેસ્ટ હૅમ (૩૭) અને આર્સેનલ (૩૫) એની નજીક આવી રહી છે. 
ચેલ્સીની ટીમ છેલ્લી ચાર મૅચમાંથી એકેય નથી જીતી.
મંગળવારે ૨૮મી મિનિટમાં આર્સેનલના હકીમ ઝિયેચે મૅચનો પ્રથમ ગોલ કર્યો ત્યાર બાદ ૬૦મી મિનિટમાં બ્રાઇટનના ઍડમ વેબ્સ્ટરે પાવરફુલ હેડરથી ગોલ કરીને સ્કોર ૧-૧થી બરાબરીમાં લાવી દીધો હતો. ત્યાર પછી કોઈ ટીમનો વધુ ગોલ ન થતાં મૅચ ડ્રૉમાં પરિણમી હતી. ત્રણ અઠવાડિયાં પહેલાં પણ ચેલ્સી સામે બ્રાઇટને કમબૅક કરીને મૅચ ૧-૧થી ડ્રૉ કરાવી હતી.
લા લીગામાં બેટિસ વધુ મજબૂત
સ્પેનની લા લીગા લીગમાં રિયલ બેટિસ ટીમે ૧૮મા નંબરની આલેવેસને ૪-૦થી કચડીને પૉઇન્ટ્સ-ટેબલમાં પોતાનું ત્રીજું સ્થાન મજબૂત કર્યું હતું. ચોથા નંબરની ઍટ્લેટિકો મૅડ્રિડથી એ હવે ચાર પૉઇન્ટ આગળ થઈ ગઈ છે. બોર્યા ઇગ્લેસિયાસે સૌથી વધુ બે ગોલ (૧૧મી, ૪૧મી મિનિટમાં) કર્યા હતા.
યુવેન્ટસ ક્વૉર્ટર ફાઇનલમાં
ઇટાલિયન કપમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન યુવેન્ટસની ટીમ સૅમ્પડોરિયાને ૪-૧થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી અને આ સીઝનમાં ઓછામાં ઓછું એક ટાઇટલ જીતવાની આશા જીવંત રાખી હતી.

5
મેક્સિકોના કોઈ પણ ફુટબૉલ સ્ટેડિયમમાં જો કોઈ પ્રેક્ષક સમલિંગી સંબંધો ધરાવતી વ્યક્તિને ઉતારી પાડતી કોઈ કમેન્ટ કરશે તો તેના પ્રવેશ પર આટલા વર્ષનો પ્રતિબંધ મુકાશે.



આફ્રિકા કપમાં બીજો અપસેટ : ઘાના આઉટ


આફ્રિકા કપ ઑફ નેશન્સ ફુટબૉલ સ્પર્ધામાં મંગળવારે વધુ એક અપસેટ થયો હતો. અલ્જિરિયાને બે દિવસ પહેલાં ઇક્વેટોરિયલ ગિનીએ હરાવ્યા બાદ હવે ચાર વાર ચૅમ્પિયન બનેલી ઘાનાની ટીમ પહેલી જ વાર આ ટુર્નામેન્ટમાં રમતા કૉમોરોસ દેશની ટીમ સામે ૩-૨થી હારી જતાં લીગ રાઉન્ડમાંથી સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી.
કૉમોરોસના એહમદ મૉગ્નીએ ૬૨મી મિનિટ બાદ ૮૫મી મિનિટમાં વિનિંગ ગોલ સાથે પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી. તે આ મૅચનો સુપરસ્ટાર હતો.
સોમવારે ઝિમ્બાબ્વેએ ગિનીને ૨-૧થી હરાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 12:55 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK