Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુએસ ચૅમ્પિયન થીમ આઉટ, નડાલ સેમીમાં

યુએસ ચૅમ્પિયન થીમ આઉટ, નડાલ સેમીમાં

08 October, 2020 02:19 PM IST | Paris
IANS

યુએસ ચૅમ્પિયન થીમ આઉટ, નડાલ સેમીમાં

નડાલ પહોંચ્યો સેમિફાઇનલ્સમાં

નડાલ પહોંચ્યો સેમિફાઇનલ્સમાં


પૅરિસમાં ચાલી રહેલી ફ્રેન્ચ ઓપનમાં સૌથી વધુ ૧૨ વખત ચૅમ્પિયન બનનાર સ્પેનનો રાફેલ નડાલે ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં વિજય મેળવીને ૧૩મી વાર સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલે ક્વૉર્ટરમાં સાતમા ક્રમાંકિત અને ૧૯ વર્ષના ઇટલીના જેનિક સિન્નરને સીધા સેટમાં ૭-૬, ૬-૪, ૬-૧થી હરાવ્યો હતો. સેમીમાં નડાલનો સામનો આર્જેન્ટિનાના ૧૨મા ક્રમાંકિત ડિએગો સ્વાર્ઝમૅન સામે થશે.
સ્વાર્ઝમૅને યુએસ ઓપનના ચૅમ્પિયન ડોમિનિક થિમને પાંચ સેટમાં સંઘર્ષપૂર્ણ મુકાબલામાં ૭-૬, ૫-૭, ૬-૭, ૭-૬, ૬-૨થી હરાવીને અપસેટ સરજ્યો હતો.
બીજી તરફ મહિલાઓની સેમી ફાઇનલ લાઇનઅપ નક્કી થઈ ગઈ હતી, જેમાં પ્રથમ સેમીમાં ઇગા સ્વેઇટેકની ટક્કર
નાદિયા પોડોરોસ્કા સામે થશે, જ્યારે બીજીમાં સોફિયા કેનિનની ટક્કર પેટ્રા ક્વિટોવા સામે થશે. નાદિયા પોડોરોસ્કાઅે સેમી ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ક્વૉલિફાયર ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 02:19 PM IST | Paris | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK