° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


Tokyo Olympics 2020: ગઈ કાલે કોણ જીત્યું? વાંચો અહીં...

02 August, 2021 01:05 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

સાત ટાંકા છતાં લડ્યો બૉક્સર સતીશ કુમાર; શૂટિંગમાં ભારત માટે આજે મેડલની છેલ્લી આશા અને વધુ સમાચાર

બૉક્સર સતીશ કુમાર

બૉક્સર સતીશ કુમાર

સાત ટાંકા છતાં લડ્યો બૉક્સર સતીશ કુમાર

ટોક્યો ઑલિમ્પિકની ક્વૉર્ટર ફાઇનલમાં ભલે સતીશ કુમાર હારી ગયો હોય, પરંતુ કોઈ પણ સંજોગોમાં હાર ન સ્વીકારવાના તેના સ્વભાવને કારણે આ ભારતીય બૉક્સરે કરોડો સમર્થકોનાં દિલ જીતી લીધાં હતાં. પ્રી-ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં થયેલી ઈજાને કારણે તેના ચહેરા પર કુલ ૭ ટાંકા આવ્યા હતા છતાં તેણે ઉઝબેકિસ્તાનના બખોદીર જાલોલોવનો સામનો કર્યો હતો. વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન જાલોલોવ સામે સતીશ કુમાર ૫-૦થી હારી ગયો હતો. સતીશ સુપર હેવીવેઇટ કૅટેગરીની ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચનાર પહેલો ખેલાડી બન્યો હતો.

ભારતના બૉક્સિંગ હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર સૅન્ટિઆગો નીવાએ કહ્યું કે ‘હાલ ભલે તે નિરાશ હોય, પરંતુ સમય જતાં તેને ખબર પડશે કે આટલી ઈજા હોવા છતાં તે રમ્યો હતો. તેણે સારો સામનો કર્યો હતો. જાલોલોવમાં એક શાનદાર ટૅલન્ટ છે. તેનો દરેક પંચ સતીશના દુખાવામાં વધારો કરતો હતો.’

 

શૂટિંગમાં ભારત માટે આજે મેડલની છેલ્લી આશા

શૂટિંગમાં આજે પુરુષોની ૫૦ મીટર રાઇફલમાં ૩ પોઝિશનની સ્પર્ધા થશે, જેમાં સંજીવ રાજપૂત ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર ભાગ લેશે. ભારત માટે આજે શૂટિંગમાં મેડલની છેલ્લી આશા હશે. શૂટિંગમાં ભારત સારું પ્રદર્શન કરશે એવી આશા છેલ્લા બે ઑલિમ્પિક્સથી ખોટી સાબિત થઈ રહી છે. હવે માત્ર ૫૦ મીટરની ઇવેન્ટ બાકી રહી છે. ૨૦૧૯માં આઇએસએસએફ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન દ્વારા રાજપૂતે ઑલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કર્યો હતો, તો તોમરે એ જ વર્ષે દોહામાં રમાયેલી એશિયન શૂટિંગ ચૅમ્પિયનશિપમાં પ્રભુત્વ દર્શાવ્યું હતું.

શૂટિંગ સ્પર્ધામાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલમાં સૌરભ ચૌધરી ગયો હતો અને તેને બાદ કરતાં કોઈનું પણ પ્રદર્શન સારું રહ્યું નથી. હવે રાજપૂત અને તોમર પર એવી આશા છે કે તેઓ સારી રીતે આ ગેમ્સનું સમાપન કરે. ૪૦ વર્ષનો રાજપૂત ત્રીજી વખત તો ૨૦ વર્ષનો તોમર પહેલી વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે.

 

ઑસ્ટ્રેલિયાની મહિલા સ્વિમરે રચ્યો ઇતિહાસ

સૌથી વધુ મેડલ જીતવાની રેકૉર્ડ-બુકમાં ઑસ્ટ્રેલિયાની સ્વિમર એમા મૅક્‍કીઓનનું નામ પણ જોડાયું છે, જેણે આ ઑલિમ્પિક્સમાં એક-બે નહીં, પણ ૭ મેડલ પોતાના નામે કર્યા છે; જેમાં ચાર ગોલ્ડનો સમાવેશ છે. બ્રિસ્બેનની ૨૭ વર્ષની એમા મૅક્‍કીઓને આવો રેકૉર્ડ કરનાર ઑસ્ટ્રેલિયાની પહેલી અને વિશ્વની બીજી મહિલા સ્વિમર છે. ગઈ કાલે મહિલાઓની ૪X૧૦૦ મેડલ રિલેમાં ઑસ્ટ્રેલિયાની ટીમની જીતની સાથે જ એમાએ આ ઑલિમ્પિક્સમાં ચોથો ગોલ્ડ મેળવ્યો છે. વળી તેના મેડલની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે. એમા ૫૦ મીટર ફ્રી-સ્ટાઇલ સ્વિમિંગ ૨૩.૮૧ સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ જીતી હતી. આ પહેલાં ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલમાં મેડલ જીતી ચૂકી હતી, એટલું જ નહીં, એમા ૪ X૧૦૦ મેડલ રિલેની ઑસ્ટ્રેલિયાની ટીમમાં હતી. જેણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અમેરિકાની હરાવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.

એમા એક ઑલિમ્પિક્સમાં ૭ મેડલ જીતનારી પહેલી મહિલા સ્વિમર છે. પુરુષોમાં જે અમેરિકાના માઇકલ ફેલ્પ્સ, માર્ક સ્પિટ્ઝ અને મૅટ બિયોન્ડી આ રેકૉર્ડ કરી ચૂક્યા છે, પરંતુ મહિલાઓમાં આવી રેકૉર્ડ કરનારી તે પહેલી સ્વિમર છે.

 

ઝ્‍વેરેવ જીત્યો ગોલ્ડ

ટોક્યો ઑલિમ્પિક્સમાં વાપસી કરતતાં જર્મન ખેલાડી ઍલેકઝાન્ડર ઝ્‍વેરેવ મેન્સ સિંગલ્સની ટેનિસની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. અગાઉ સેમી ફાઇનલમાં તેણે નોવાક જૉકોવિચને હરાવ્યો હતો. વિશ્વમાં પાંચમો રૅન્કિંગ ધરાવતો ખેલાડી ગઈ કાલે રમાયેલી ફાઇનલમાં રશિયાના કરૅન ખચનોવને ૬-૩, ૬-૧થી હરાવીને કરીઅરનું સૌથી મોટું ટાઇટલ જીત્યો હતો. ૬.૬ ફુટ ઊંચાઈ ધરાવતા આ ખેલાડીઓ રશિયાના ખેલાડીને કોઈ તક જ આપી નહોતી. ઝ્‍‍વેરેવનું અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં રમ્યો હતો, જ્યાં ડૉમિ​નિક થીમે તેને હરાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના અધ્યક્ષ થોમસ બાચ પણ પોતાના દેશના ખેલાડીની આ રમત જોવા માટે આવ્યા હતા. દરમ્યાન ૧૦ જેટલા પ્રદર્શનકારીઓ પણ ટેનિસ કોર્ટની બહાર ઑલિમ્પિક્સ ગેમ્સનો વિરોધ કરવા માટે બૅનર લઈને ઊભા હતા. તેમણે નારાબાજી પણ કરી હતી, જે અંદર સુધી સંભળાતી હતી, પરંતુ તેઓ રમતમાં કોઈ વિક્ષેપ પાડી શક્યા નહોતા.

 

ટ્રિપલ જમ્પમાં વર્લ્ડ રેકૉર્ડ

ટોક્યો ગેમ્સની ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં વેનેઝુએલાની મહિલા ખેલાડી યુલિમાર રોજસે પોતાના છેલ્લા પ્રયાસમાં ૧૫.૬૭ મીટર કૂદકો મારતાં ૧૯૯૫માં રેકૉર્ડ તોડ્યો હતો. યુક્રેનની ખેલાડી ઇનેસા ક્રાવેટ્સે ૧૫.૫૦ મીટરનો રેકૉર્ડ બનાવ્યો હતો. રોજસે પહેલા પ્રયાસમાં ૧૫.૩૯ મીટરનો ભૂસકો મારીને ઑલિમ્પિક રેકૉર્ડ તોડ્યો હતો. બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનેલી આ ખેલાડી રિયો ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી હતી. 

 

ઇટલીના જૅકબ્સે ૧૦૦ મીટર દોડમાં બાજી મારી

પુરુષોની ૧૦૦ મીટર સ્પર્ધાનું અંતર માત્ર ૯.૮ સેકન્ડમાં કાપીને ઇટલીનો ખેલાડી લેમોન્ડ માર્સેલ જૅકબ્સ ગોલ્ડ જીત્યો હતો. છેલ્લાં ૧૩ વર્ષની આ સ્પર્ધામાં ઉસેન બોલ્ટ જીતતો આવ્યો હતો. એ પહેલાં ઇટલીના ખેલાડી જીઆનમાર્કો ટૅમ્બેરી હાઈ જમ્પમાં ગોલ્ડ જીત્યો હતો.

02 August, 2021 01:05 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

મનિકા એશિયન ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી બહાર

મનિકાએ નૅશનલ કોચ સૌમ્યદીપ રૉય પણ પર ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો, જેના માટે ફેડરેશન દ્વારા એક તપાસ સમિતિ પણ બનાવવામાં આવી છે.

16 September, 2021 06:51 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

મેદાન પર દોડી આવેલો શ્વાન બન્યો ડૉગ ઑફ ધ મન્થ

આઇસીસીએ ઇંગ્લૅન્ડના જો રૂટને અને આયરલૅન્ડની ઑલરાઉન્ડર ઇમિયર રિર્ચડસનને આઇસીસી પ્લેયર ઑફ ધ મન્થ જાહેર કર્યાં છે. 

15 September, 2021 02:15 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

જૉકોવિચનું યર ગ્રૅન્ડ સ્લૅમનું સપનું તૂટ્યું

રશિયન ખેલાડી મેડવેડેવ બન્યો યુએસ ચૅમ્પિયન, રેકૉર્ડ અકબંધ રહેતાં રોડ લેવરે આપ્યાં અભિનંદન

14 September, 2021 05:39 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK