Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સેમી ફાઇનલમાં ફસડાઈ પુરુષ હૉકી ટીમ, હવે બ્રૉન્ઝની આશા

સેમી ફાઇનલમાં ફસડાઈ પુરુષ હૉકી ટીમ, હવે બ્રૉન્ઝની આશા

04 August, 2021 12:08 PM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ ૨-૧થી લીડ છતાં છેલ્લાં બે ક્વૉર્ટરની ઢીલાશ ભારે પડી અને વર્લ્ડ નંબર વન બેલ્જિયમ સામે ૨-૫થી હાર જોવી પડી, હવે કાલે ત્રીજા સ્થાન માટે જર્મની સામે ટક્કર

પુરુષ હૉકી ટીમ

પુરુષ હૉકી ટીમ


ભારતની પુરુષ અને મહિલા બન્ને ટીમે ટોક્યો ઑલિમ્પિકમાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરી હતી. જોકે ગઈ કાલે પુરુષ ટીમ સેમી ફાઇનલમાં વર્લ્ડ ચૅમ્પિયન બેલ્જિયમ સામે ૨-૫થી હારી ગઈ હતી. ભારતીય ટીમ એક સમયે ૨-૧થી આગળ હતી અને હાફ-ટાઇમે બન્ને ટીમ ૨-૨થી બરોબરી પર હતી. જોકે ત્રીજા અને ચોથા ક્વૉર્ટરમાં ભારતીય ટીમના નબળા ડિફેન્સનો લાભ લઈને બેલ્જિયમે ધનાધન ત્રણ ગોલ કરીને ભારતીય ટીમના નવમા ગોલ્ડ મેડલ જીતવાના સપનાને તોડી નાખ્યું હતું. આ સાથે બેલ્જિયમ સામે ઑલિમ્પિકમાં ભારતની આ સતત ત્રીજી હાર હતી. આ પહેલાં ૨૦૧૨માં લંડન ઑલિમ્પિકમાં પુલ સ્ટેજમાં ભારત બેલ્જિયમ સામે ૦-૩થી અને ૨૦૧૬માં રિયો ઑલિમ્પિકમાં ક્વૉર્ટર ફાઇનલમાં ૧-૩થી હાર્યું હતું. 

ભારત વતી હરમનપ્રીત સિંહે (સાતમી મિનિટે) અને મનદીપ સિંહ (આઠમી મિનિટે) ગોલ કરીને ભારતને શરૂઆતમાં આગળ કરી દીધું હતું, પણ બેલ્જિયમ વતી ટુર્નામેન્ટના હાઇએસ્ટ સ્કોરર ઍલેક્ઝાન્ડર હૅન્ડ્રિક્સને ૧૯મી, ૪૯મી અને ૫૩મી મિનિટ ગોલ કરીને હૅટ-ટ્રિક કરી હતી. બીજા બે ગોલ બીજી મિનિટે અને ૬૦મી મિનિટે થયા હતા. બેલ્જિયમે પાંચમાંથી ચાર ગોલ પેનલ્ટી કૉર્નર વડે કર્યા હતા.



હવે ભારતે બ્રૉન્ઝ મેડલ માટે આવતી કાલે જર્મની સામે ભીડવું પડશે. બીજી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ જર્મનીને ૩-૧થી હરાવ્યું હતું. 


ભારત જો બ્રૉન્ઝ મેડલ જીતશે તો તેઓ ૪૧ વર્ષ બાદ ઑલિમ્પિકમાં મેડલ મેળવશે.

હાર અને જીત એ તો રમતનો જ ભાગ: વડા પ્રધાન મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેમી ફાઇનલમાં હાર્યા બાદ ટ્વીટ કર્યું હતું કે ‘હાર અને જીત એ તો રમતનો જ ભાગ છે. ટીમે બેસ્ટ પર્ફોર્મ કર્યું એ જ મહત્ત્વનું છે. દેશને ખેલાડીઓ પર ગર્વ છે. મોદીએ કૅપ્ટન મનદીપ સિંહ સાથે ફોન પર પણ વાત કરી હતી અને ટીમના પર્ફોર્મન્સને વખાણવા ઉપરાંત બ્રૉન્ઝ મેડલ માટેના મુકાબલા માટે શુભેચ્છા આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 12:08 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK