° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


મને વિશ્વાસ નથી બેસતો કે હું હારી ગઈ છું

30 July, 2021 02:36 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ત્રણમાંથી બે રાઉન્ડમાં સરસાઈ મેળવ્યા છતાં પાંચમાંથી ત્રણ જજે તેની વિરુદ્ધમાં ચુકાદો આપતાં બૉક્સર મૅરી કૉમ ભારે નારાજ થઈ હતી અને નબળા જજમેન્ટ બદલ ટીકા કરી હતી

મૅરી કૉમ

મૅરી કૉમ

સાતમા દિવસે શાનદાર પર્ફોર્મન્સથી ખુશ ભારતીયોને સ્ટાર બૉક્સર મૅરી કૉમની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં વિવાદાસ્પદ હારને લીધે મોટો ઝટકો લાગ્યો હતો. ૫૧ કિલોગ્રામ કૅટેગરીમાં ૬ વખતની વર્લ્ડ ચૅમ્પિયન મૅરી કૉમે હરીફ કોલમ્બિયાની બૉક્સર ઇનગ્રીત લૉરેના વૅલેન્સિયા સામે પહેલા રાઉન્ડમાં ૪૬-૪૯થી પાછળ રહ્યા બાદ બાકીના બે રાઉન્ડમાં એકસરખી ૪૮-૪બ૭થી સરસાઈ મેળવ્યા છતાં જજના નિર્ણયને લીધે હારનો સામનો કરવો પડ્યો હતો. કુલ પાંચ જજમાંથી બે જજે મૅરી કૉમની અને ત્રણ જજે કોલમ્બિયાની બૉક્સરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્રણેય રાઉન્ડમાં મળીને મૅરી કૉમને ૧૪૨ પૉઇન્ટ મળ્યા હતા, જ્યારે કોલમ્બિયાની બૉક્સરને ૧૪૩ પૉઇન્ટ મળ્યા હતા. પહેલા રાઉન્ડમાં કોલમ્બિયાની બૉક્સરે લીધેલી ૩ પૉઇન્ટની લીડ અને ચાર જજે તેની તરફેણમાં આપેલો ચુકાદો આખરે નિર્ણાયક સાબિત થયો હતો.

જજના નિર્ણયને વખોડ્યો

મૅરી કૉમ જજના નિર્ણયથી ભારે નારાજ થઈ હતી અને મૅચ બાદ તેણે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીના બૉક્સિંગ ટાસ્ક ફોર્સની આ મૅચમાં ખરાબ જજમેન્ટ બદલ ટીકા કરી હતી. મૅરીએ મૅચ બાદ ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને જજના નિર્ણય જરાય સમજાયા નથી. ટાસ્ટ ફોર્સને થઈ શું ગયું છે? ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટીને પણ શું થઈ ગયું છે? હું પણ એક સમયે આ ટાસ્ક ફોર્સની સભ્ય હતી. બૉક્સિંગના વિકાસ માટે તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો, પણ આજે તેમણે જુઓ મારી સાથે શું કર્યું?’

૩૮ વર્ષની મૅરી કૉમ આ પહેલાં કોલમ્બિયાની હરીફને બે વાર હરાવી ચૂકી હતી. મૅચના અંતે જ્યારે રેફરીએ કોલમ્બિયાની બૉક્સરના તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે મૅરી કૉમની આંખમાં આસુ આવી ગયાં હતાં. આ સાથે તેના છેલ્લા ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને વિદાય લેવાનું સપનું તૂટી ગયું હતું. કોલમ્બિયાની બૉક્સરે પણ મૅરી કૉમને ગળે વળગાડીને સાંત્વના આપી હતી. મૅરી કૉમ ૨૦૧૨માં લંડન ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તેની હરીફ બૉક્સર ૨૦૧૬માં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. આમ બે ઑલિમ્પિક્સ મેડલ વિનર વચ્ચેની આ લડાઈ બની હતી.

સંન્યાસ લઈ શકે છે મૅરી કૉમ

ગોલ્ડ જીતવાનું સપનું સાકાર ન થતાં નિરાશ મૅરી કૉમ હવે કદાચ બૉક્સિંગને અલવિદા કરી દેવાની જાહેરાત કરી શકે છે. ભારતીય ટીમની ફ્લૅગ-બેરર મૅરી કૉમ પાસેથી દેશવાસીઓની મેડલ માટે મોટી આશા હતી અને તેણે પહેલી બન્ને મૅચ જીતીને એ સપનું પૂરી કરશે એવું લાગતું હતું, પણ ગઈ કાલે હાર સાથે નિરાશા હાથ લાગી હતી.

હાર છતાં અમને ગર્વ છે

૩૮ વર્ષની ઉંમરે હાર છતાં શાનદાર પર્ફોર્મન્સને લીધે સોશ્યલ મીડિયામાં લોકોએ મૅરી કૉમને સાંત્વના આપી હતી અને કહ્યું હતું અમને તારા પર ગર્વ છે. ભૂતપૂર્વ ક્રિકેટર વસીમ જાફરે ટ્વીટ કર્યું હતું કે ગર્વ છે ભારતની બેટી પર. શાબાશ.

બૉક્સિંગમાં હજી ત્રણ મેડલની આશા

મૅરી કૉમની હાર છતાં ભારતને બૉક્સિંગમાં ત્રણ મેડલ મળી શકે છે. પુરુષોમાં સતીશકુમાર અને મહિલાઓમાં લવલિના અને પૂજા રાની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં છે અને મેડલ પાક્કો કરવા માટે તેઓ હવે માત્ર એક કદમ દૂર છે.

મૅરીની જર્સી પર નામ કેમ નહોતું?

ગઈ કાલે મૅરી કૉમની હાર સાથે તેણે પહેરેલી જર્સીની પણ ભારે ચર્ચા થઈ હતી. બધાના મનમાં એક જ સવાલ હતો કે મૅરી કૉમની જર્સી પર કેમ દેશનું કે તેનું નામ નહોતું લખ્યું અથવા તેણે નામ વગરની જર્સી કેમ પહેરી હતી? જોકે મૅચ પહેલાં તેને જર્સી બદલવાની ફરજ પાડવામાં હતી. તેની જર્સી પર તેનું આખું નામ લખ્યું હોવાથી આમ કરવામાં આવ્યું હતું. આયોજકના મત પ્રમાણે જર્સી પર માત્ર પ્રથમ નામ જ લખેલું હોવું જોઈએ, જેથી આખરે મૅરીએ બ્લુ કલરની બ્લૅક જર્સી પહેરીને રમવાની ફરજ પડી હતી.

30 July, 2021 02:36 PM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

પરેશાન પાકિસ્તાનની મદદે અફઘાનિસ્તાન; સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડી સતનામ હવે કુસ્તી કરશે અને વધુ સમાચાર

25 September, 2021 09:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

બે સ્ટાર ગોલ્ડ મેડલિસ્ટોનું મિલન નીરજ ચોપડાને ગિફ્ટમાં મળ્યું ટોક્યો

આ પપ્પીનું નામ તેમણે નીરજની સિદ્ધિને બિરદાવતાં ટોક્યો રાખ્યું હતું. બિન્દ્રાએ આશા વ્યક્ત કરી હતી કે આ ટોક્યો પપ્પી નીરજને તેનું જોડીદાર પૅરિસ પપ્પી લાવવા મોટિવેટ કરશે.

23 September, 2021 06:12 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

સુરિનામના ઉપરાષ્ટ્રપતિ ૬૦ વર્ષની વયે ઇન્ટરનૅશનલ ક્લબ ફુટબૉલ મૅચ રમ્યા

આ સાથે ૬૦ વર્ષ અને ૧૯૮ દિવસની ઉંમરે રમીને તેઓ સૌથી મોટી ઉંમરે ઇન્ટરનૅશનલ ક્બલ મૅચ રમનાર ખેલાડી બની ગયા હતા. 

23 September, 2021 05:48 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK