Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઑલિમ્પિક હૉકીમાં પુરુષોની ટીમે કરી વિજયથી શરૂઆત

ઑલિમ્પિક હૉકીમાં પુરુષોની ટીમે કરી વિજયથી શરૂઆત

25 July, 2021 10:06 AM IST | Tokyo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરમનપ્રીતના શાનદાર બે ગોલ અને ગોલકીપર શ્રીજેશને કારણે ટીમ ઇન્ડિયાએ ન્યુ ઝીલૅન્ડને ૩-૨થી આપી મહાત

ન્યુ ઝીલૅન્ડ સામે નોંધાવેલા ગોલની ઉજવણી કરતા ૩-૨થી વિજય મેળવનાર ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ

ન્યુ ઝીલૅન્ડ સામે નોંધાવેલા ગોલની ઉજવણી કરતા ૩-૨થી વિજય મેળવનાર ભારતીય હૉકી ટીમના ખેલાડીઓ


હરમનપ્રીત સિંહના બે ગોલ અને ગોલકીપર પી. આર. શ્રીજેશે મૅચની છેલ્લી મિનિટ્સ દરમ્યાન થયેલા આક્રમણને સફળતાપૂર્વક ખાળતાં ભારતીય મેન્સ હૉકી ટીમે ન્યુ ઝીલૅન્ડને ટોક્યો ઑલિમ્પિક્સની પહેલી મૅચમાં ન્યુ ઝીલૅન્ડને ૩-૨થી હરાવ્યું હતું. પુલ ‘એ’ની મૅચમાં હરમનપ્રીતના (૨૬ અને ૩૩મી મિનિટે) બે ગોલ અને રૂપિન્દર પાલે (૧૦મી મિનિટે) એક ગોલ ફટકાર્યો હતો. તો ન્યુ ઝીલૅન્ડ તરફથી કેન રસેલે મૅચની છઠ્ઠી મિનિટે પેનલ્ટી કૉર્નરને ગોલમાં પરિવર્તિત કરી હતી અને સ્ટીફન જેનેસે (૪૩મી મિનિટે) ગોલ કર્યો હતો અને હારનું અંતર ઘટાડ્યું હતું. ભારત આજે ઑસ્ટ્રેલિયા સામે રમશે, જેણે ગઈ કાલે પોતાની પહેલી મૅચમાં યજમાન જપાનને ૫-૩થી પરાજિત કર્યું હતું.

મહિલાઓ ખરાબ રીતે હારી



નેધરલૅન્ડ્સની ટીમે ભારતીય મહિલાઓને ૫-૧થી હરાવી હતી. ભારત તરફથી એકમાત્ર ગોલ કૅપ્ટન રાનીએ ફટકાર્યો હતો. પહેલાં બે ક્વૉર્ટર્સમાં ભારતે સારી લડત આપી હતી, પણ ત્યાર બાદ રૅન્કિંગમાં હાલ નંબર વન ડચ ટીમ હાવી થઈ ગઈ હતી.  નેધરલૅન્ડ્સની ખેલાડી ફેલિસ અલબરે બે ગોલ કર્યા હતા.


ટેનિસમાં ભારતનો પ્રથમ વિજય


ભારતના સુમીત નાગલે ઑલિમ્પિક્સની મેન્સ ​સિંગલ્સ ટેનિસની પહેલા રાઉન્ડની મૅચમાં ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્તોમીનને ૬-૪, ૬-૭, ૬-૪થી હરાવ્યો હતો. ઍટલાન્ટા ઑલિમ્પિક્સમાં ભારતના લિઆન્ડર પેસે મેળવેલા બ્રૉન્ઝ મેડલ બાદ મેન્સ સિંગલ્સ ટેનિસની સ્પર્ધામાં ભારતીય ખેલાડી પહેલી વખત પહેલા રાઉન્ડમાં જીત્યો હતો. સુમીત પહેલો સેટ ૪૨ મિનિટમાં જીત્યો હતો અને બીજો સેટ ૭૧ મિનિટમાં હાર્યો તથા ત્રીજા સેટમાં વાપસી કરતાં તેણે ૪૧ મિનિટમાં એ સેટ જીતી લીધો હતો.

ત્રીજા દિવસે ઑલિમ્પિક્સમાં ભારત

બૅડ્મિન્ટન

વિમેન્સ સિંગલ્સમાં પી. વી. સિંધુની મૅચ : સવારે ૭.૧૦

બૉક્સિંગ

મહિલાઓના ૫૧ કિલોગ્રામ વર્ગમાં મૅરી કૉમની મૅચ : બપોરે ૧.૩૦

પુરુષોના ૬૩ કિલોગ્રામ વર્ગમાં મનીષ કૌશિકની મૅચ : બપોરે ૩.૦૬

હૉકી

પુલ-‘એ’માં ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા : બપોરે ૩

ટેનિસ

વિમેન્સ ડબલ્સમાં સાનિયા મિર્ઝા અને અંકિત રૈનાની મૅચ : સવારે ૭.૩૦

શૂટિંગ

મહિલાઓના ૧૦ મીટર ઍર ક્વૉલિફિકેશનમાં મનુ ભાકર અને યશસ્વિની દેશવાલ : સવારે ૫.૩૦

મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્તોલ ફાઇનલ : સવારે ૭.૪૫

મેન્સ સ્કિટ ક્વૉલિફિકેશનમાં માઇરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા : સવારે ૬.૩૦

૧૦ મીટર ઍર રાઇફલ ક્વૉલિફિકેશનમાં દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પનવાર : સવારે ૯.૩૦

સ્વિમિંગ

મહિલાઓના ૧૦૦ મીટર બૅકસ્ટ્રોકમાં માના પટેલ : બપોરે ૩.૩૨

પુરુષોના ૧૦ મીટર બૅકસ્ટ્રોકમાં શ્રીહરિ નટરાજ : બપોરે ૪.૨૬

ટેબલ ટેનિસ

મેન્સ સિંગલ્સ જી. બસાથિયાની બીજા રાઉન્ડની મૅચ : સવારે ૧૦.૩૦

વિમેન્સ સિંગલ્સ મનિકા બત્રા બીજા રાઉન્ડની મૅચ : બપોરે ૧૨

આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક

વિમેન્સ ક્વૉલિફિકેશન પ્રણતી નાયક : સવારે ૬.૩૦

રોઇંગ

મેન્સ લાઇટવેઇટમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ : સવારે ૮.૧૦

શૂટિંગમાં ભારતને આજે આશા

નિશાન-ચૂક : ઑલિમ્પિકની  એક સ્પર્ધા દરમ્યાન સૌરભ ચૌધરી

ખરાબ શરૂઆત બાદ ભારતીય શૂટિંગ ટીમ પાસે આજે ભારત સારા પ્રદર્શનની આશા રાખી રહ્યું છે. મહિલાઓની ૧૦ મીટર ઍર પિસ્ટલમાં મનુ ભાકર અને યશસ્વિની સિંહ દેસવાલ અને પુરુષોની ૧૦ મીટર ઍર રાઇફલમાં દિવ્યાશા સિંહ પનવાર અને દીપક કુમાર પાસે આજે ભારતે સફળતાની મીટ માંડી છે. ગઈ કાલે પુરુષોની ૧૦ મીટર ઍર પિસ્ટલ સ્પર્ધાની ફાઇનલમાં ભારતનો સૌરભ ચૌધરી સાતમા ક્રમાંકે અને તેનો રૂમમૅટ અભિષેક વર્મા ક્વૉલિફિકેશનમાં ૧૭મા ક્રમાંકે હતો. મહિલાઓની ૧૦ મીટર ઍર રાઇફલમાં એલાવેનિલ વેલાવરિયન અને અપૂર્વી ચંદેલા ક્વૉલિફાય જ થઈ શકી નહોતી. તેઓ અનુક્રમે ૧૬મા તથા ૩૬મા ક્રમાંકે રહી હતી.

ગુજરાતી ગર્લ માના પટેલની આજે કસોટી

પહેલી વખત ઑલિમ્પિક્સમાં ભારતના કુલ ત્રણ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં અમદાવાદની મહિલા સ્વિમર માના પટેલની આજે સ્પર્ધા છે. તે ૧૦૦ મીટર બૅકસ્ટ્રોક સ્પર્ધામાં ભાગ લેશે. યુનિવિર્સિટી ક્વોટા અંતર્ગત તે ટોક્યો ઑલિમ્પિક્સની સ્પર્ધામાં ભાગ લઈ શકી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2021 10:06 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK