Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય બૉક્સર પહેલા રાઉન્ડમાં જ થયો આઉટ

ભારતીય બૉક્સર પહેલા રાઉન્ડમાં જ થયો આઉટ

27 July, 2021 04:57 PM IST | Mumbai
Agency

‘ચીનના ખેલાડી પર પ્રભુત્વ મેળવવાની યોજના હતી, પરંતુ આશિષના પંચ સરખી રીતે નિશાન પર વાગ્યા જ નહીં. છેલ્લા રાઉન્ડમાં તેણે પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.’ 

ભારતીય બૉક્સર પહેલા રાઉન્ડમાં જ થયો આઉટ

ભારતીય બૉક્સર પહેલા રાઉન્ડમાં જ થયો આઉટ


પહેલી જ વખત ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર આશિષ ચૌધરી (૭૫ કિલોગ્રામ) સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ચીનના એરબિકે તાઉહેતા સામે પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો હતો. એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ૨૭ વર્ષનો આશિષ ૦-૫થી હારી ગયો હતો. હિમાચલ પ્રદેશનો બૉક્સર પહેલા જ રાઉન્ડમાં પાછળ રહી ગયો હતો અને બીજા રાઉન્ડમાં આશિષે વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સારા પંચ ન મારી શકતાં ચીનનો ખેલાડી આ રાઉન્ડમાં પણ આગળ જ રહ્યો હતો. ભારતીય બૉક્સિંગના હાઇ પર્ફોર્મન્સ ડિરેક્ટર સેન્ટિઆગો નીવાએ કહ્યું કે ‘ચીનના ખેલાડી પર પ્રભુત્વ મેળવવાની યોજના હતી, પરંતુ આશિષના પંચ સરખી રીતે નિશાન પર વાગ્યા જ નહીં. છેલ્લા રાઉન્ડમાં તેણે પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.’ 


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 04:57 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK