Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > સિંધુએ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ ગુમાવ્યું, લક્ષ્ય અને શ્રીકાંતે મેડલ પાકા કર્યા

સિંધુએ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ ગુમાવ્યું, લક્ષ્ય અને શ્રીકાંતે મેડલ પાકા કર્યા

18 December, 2021 06:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પેનમાં ભારત માટે એક ઇતિહાસનું પુનરાવર્તન ન થયું, પણ બીજો ઇતિહાસ સર્જાઈ રહ્યો છે

સિંધુએ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ ગુમાવ્યું, લક્ષ્ય અને શ્રીકાંતે મેડલ પાકા કર્યા

સિંધુએ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ ગુમાવ્યું, લક્ષ્ય અને શ્રીકાંતે મેડલ પાકા કર્યા


૨૦૧૯માં પી. વી. સિંધુ મહિલાઓની નવી વર્લ્ડ ચૅમ્પિયન બનતાં ભારત માટે બૅડ્મિન્ટનમાં નવો ઇતિહાસ સર્જાયો હતો, પરંતુ ગઈ કાલે સિંધુ વર્લ્ડ ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં કટ્ટર હરીફ તાઇવાનની તાઇ ત્જુ યિન્ગ સામે હારી જતાં વિશ્વવિજેતાપદ જાળવી રાખવાની દોડમાંથી નીકળી જતાં ભારત માટે બૅડ્મિન્ટનમાં નવું પ્રકરણ શરૂ થવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જોકે પુરુષોની સ્પર્ધામાં ભારત એક જ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે મેડલ જીતશે અએ નક્કી થઈ ગયું છે, કારણ કે લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત પોતપોતાની ક્વૉર્ટર ફાઇનલ જીતી ગયા હતા.
સિંધુનો યિન્ગ સામે ૪૨ મિનિટમાં ૧૭-૨૧, ૧૩-૨૧થી પરાજય થયો હતો. બૅડ્મિન્ટન કોર્ટની બહાર સિંધુ અને યિન્ગ બહુ સારી ફ્રેન્ડ્સ છે.
શ્રીકાંતે ક્વૉર્ટર ફાઇનલમાં નેધરલૅન્ડ્સના માર્ક કૅલ્જોને માત્ર ૨૬ મિનિટમાં ૨૧-૮, ૨૧-૭થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી લક્ષ્ય સેને ચીનના જુન પેન્ગ ઝાઓને ૨૧-૧૫, ૧૫-૨૧, ૨૨-૨૦થી પરાજિત કર્યો હતો. શ્રીકાંત અને સેન સેમી ફાઇનલમાં પહોંચ્યા હોવાથી પુરુષોના વર્ગમાં ભારત માટે બે ચંદ્રક પાકા થયા છે અને એમાં પણ શ્રીકાંત તથા સેન સેમી ફાઇનલમાં સામસામે આવ્યા હોવાથી એક સિલ્વર મેડલ તો પાકો જ છે.
શ્રીકાંત અને લક્ષ્ય બૅડ્મિન્ટનમાં પુરુષોની કૅટેગરીમાં ચંદ્રક મેળવનાર પ્રકાશ પદુકોણ (૧૯૮૩માં બ્રૉન્ઝ) અને બી. સા< પ્રણીત (૨૦૧૯માં બ્રૉન્ઝ)ની હરોળમાં આવી રહ્યા છે. જોકે એક જ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે મેડલ જીતવાની સિદ્ધિ ભારતના નામે પહેલી વાર લખાશે.


Whatsapp-channel Whatsapp-channel

18 December, 2021 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK