Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુએસ ઓપનમાં સેરેના વિલિયમ્સની આગેકૂચ

યુએસ ઓપનમાં સેરેના વિલિયમ્સની આગેકૂચ

07 September, 2020 04:01 PM IST | Washington
IANS

યુએસ ઓપનમાં સેરેના વિલિયમ્સની આગેકૂચ

સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સ


યુએસ ઓપન મહિલા એકલ વર્ગમાં સેરેના વિલિયમ્સે ૨૦૧૭ની વિનર રહી ચૂકેલી સ્લોન સ્ટીફન્સને ત્રીજા રાઉન્ડમાં હરાવીને અંતિમ ૧૬માં જગ્યા બનાવી લીધી છે. આવતા રાઉન્ડમાં તેનો મુકાબલો ગ્રીસની મારિયા સક્કારી સામે થશે. એક કલાક ૪૩ મિનિટ ચાલેલી ગેમમાં સેરેનાએ સ્ટીફન્સને ૨-૬, ૬-૨, ૬-૨થી માત આપી હતી. પહેલો સેટ હારી ગયા બાદ સેરેનાએ ગેમમાં કમબૅક કર્યું હતું. મૅચ જીત્યા બાદ ખુશખુશાલ થયેલી સેરેનાએ કહ્યું કે ‘હું એટલું જ કહીશ કે આ એક જબરદસ્ત મૅચ હતી. અમારા બન્ને વચ્ચે હંમેશાં સારો જંગ જામે છે અને એમાંથી અમે અમારું બેસ્ટ કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. પહેલો સેટ હારી ગયા બાદ ઘણી શાંત રહીને ગેમ પર ફોકસ કર્યું હતું. હું જાણું છું કે મારા માટે આ ઘણું મહત્ત્વનું છે. મારું સંપૂર્ણ લક્ષ્ય યુએસ ઓપનમાં જ છે અને એના સિવાય હું બીજું કશું નથી વિચારી રહી.’
સામા પક્ષે પુરુષ એકલ વર્ગના અંતિમ ૧૬માં ડોમિનિક થીમે મરીન સિલિકને હરાવીને આગેકૂચ કરી હતી. તેનો મુકાબલો હવે કૅનેડાના ૨૦ વર્ષના ટેનિસ પ્લેયર ફેલિક્સ ઑગર ઍલિયાસિમ સાથે થશે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 04:01 PM IST | Washington | IANS

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK