સાનિયા મિર્ઝા બુધવારે વિમ્બલ્ડનમાં છેલ્લી વાર રમી હતી
Wimbledon 2022
સાનિયા મિર્ઝા
ભારતની ટોચની ટેનિસ ખેલાડી અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝા બુધવારે વિમ્બલ્ડનમાં છેલ્લી વાર રમી હતી. તે અને ક્રોએશિયાના મેટ પાવિચની જોડીનો મિક્સ્ડ-ડબલ્સની સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ નીઆલ સ્કુપ્સ્કી અને ડેઝિરેઇ ક્રૉઝિકની જોડી સામે ૬-૪, ૫-૭, ૪-૬થી પરાજય થયો હતો. એ મૅચ બે કલાક ૧૬ મિનિટ સુધી ચાલી હતી. સાનિયા આ વર્ષના અંતે ટેનિસમાંથી નિવૃત્ત થઈ રહી છે અને હવે તે મોટી સ્પર્ધાઓમાં માત્ર ચોથી ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપનમાં જ જોવા મળશે. સાનિયાએ બુધવારે ભાવુક હાલતમાં ચાહકોને ગુડબાય કર્યું હતું.