Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > યુરો કપમાં આજે ઘાયલ રશિયાનો જુસ્સેદાર ફિનલૅન્ડ સાથે મુકાબલો

યુરો કપમાં આજે ઘાયલ રશિયાનો જુસ્સેદાર ફિનલૅન્ડ સાથે મુકાબલો

16 June, 2021 02:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપ તરીકે ઓળખાતી અને ૧૧ જુલાઈ સુધી ચાલનારી યુરો કપ ફુટબૉલ સ્પર્ધામાં આજે રશિયા અને ફિનલૅન્ડ વચ્ચે ખરાખરીનો મુકાબલો થશે.

સોમવારે સ્પેનના સેવિલામાં સ્પેનના મિડફીલ્ડર માકોર઼્સ લૉરેન્ટે અેક તબક્કે ગોલ કરવા અથાક પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વીડનના ગોલકીપર રૉબિન ઑલ્સેને બૉલ પોતાના કબજામાં લઈને તેને સફળ નહોતો થવા દીધો. આ મૅચ ૦-૦થી ડ્રૉમાં પરિણમી હતી. એ.એફ.પી.

સોમવારે સ્પેનના સેવિલામાં સ્પેનના મિડફીલ્ડર માકોર઼્સ લૉરેન્ટે અેક તબક્કે ગોલ કરવા અથાક પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્વીડનના ગોલકીપર રૉબિન ઑલ્સેને બૉલ પોતાના કબજામાં લઈને તેને સફળ નહોતો થવા દીધો. આ મૅચ ૦-૦થી ડ્રૉમાં પરિણમી હતી. એ.એફ.પી.


યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપ તરીકે ઓળખાતી અને ૧૧ જુલાઈ સુધી ચાલનારી યુરો કપ ફુટબૉલ સ્પર્ધામાં આજે રશિયા અને ફિનલૅન્ડ વચ્ચે ખરાખરીનો મુકાબલો થશે. ગ્રુપ ‘બી’માં રશિયાની ટીમ વર્લ્ડ નંબર-વન બેલ્જિયમ સામે ૦-૩થી હારીને અહીં રમવા આવી છે એટલે ફિનલૅન્ડને પૂરી તાકાતથી હરાવીને નૈતિક જુસ્સો તથા આત્મવિશ્વાસ પાછો મેળવવાનો પ્રયત્ન કરશે.

આ સ્પર્ધામાં ગ્રુપ-ટીમો વચ્ચે નૉકઆઉટ તબક્કામાં પહોંચવા માટે જોરદાર રસાકસી થઈ રહી છે.



બીજી તરફ, ફિનલૅન્ડની ટીમે આ ગ્રુપમાં પ્રથમ મુકાબલામાં ડેન્માર્કને ૧-૦થી હરાવ્યું હતું એટલે આજે બુલંદ જોશ સાથે રશિયા સામે રમશે.
આજે ટર્કી-વેલ્સ તથા ઇટલી-સ્વિટ્ઝરલૅન્ડ વચ્ચે પણ ટક્કર છે. ઇટલી-સ્વિટ્ઝરલૅન્ડની મૅચ વધુ રસાકસીભરી બનશે, કારણ કે ‘એ’ ગ્રુપમાં એ બન્ને કટ્ટર હરીફ ટીમ છે. ઇટલીએ પોતાની પહેલી મૅચમાં ટર્કીને ૩-૦થી હરાવ્યું હતું, પરંતુ સ્વિટ્ઝરલૅન્ડની વેલ્સ સામેની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી.


સ્વીડને સ્પેનને ન જીતવા દીધું
યુરો કપમાં ગ્રુપ ‘ઈ’ની સ્પેન અને સ્વીડન વચ્ચેની રોમાંચક લીગ મૅચ એક પણ ગોલ નોંધાયા વિના પૂરી થઈ ગઈ હતી. વિશ્વનું ૬ઠ્ઠી રૅન્કવાળું સ્પેન જીતવા માટે ફેવરિટ હતું, પરંતુ ૧૮મી રૅન્કના સ્વીડને એને જીતવા જ નહોતું દીધું. બન્ને ટીમે ગોલ કરવા માટેની ઘણી તક ગુમાવી હતી. જોકે છેવટે સ્પેન એક ગોલ પણ ન કરી શક્યું એ સ્વીડન માટે વિજય જ કહેવાય. ડ્રૉનું આ પરિણામ સ્લોવેકિયા માટે ગુડ ન્યુઝ કહેવાય, કારણ કે એણે પોલૅન્ડને હરાવીને ગ્રુપ-‘ઈ’માં ટૉપનું સ્થાન મેળવી લીધું હતું અને સ્પેન-સ્વીડનનો મુકાબલો ગોલલેસ ડ્રૉ થતાં એ (સ્લોવેકિયા) ૩ પૉઇન્ટ સાથે મોખરે જ છે. સ્પેન અને સ્વીડનના એક-એક પૉઇન્ટ છે.

સ્લોવેકિયાની ૨-૧થી જીત
ગ્રુપ ‘ઈ’માં સોમવારે પહેલી મૅચ સ્લોવેકિયા અને એનાથી ચડિયાતી પોલૅન્ડની ટીમ વચ્ચે રમાઈ હતી, પરંતુ સ્લોવેકિયાએ એમાં ૨-૧થી વિજય મેળવીને અપસેટ સરજ્યો હતો. ૬૨મી મિનિટે ગ્રેગોર્ઝ ક્રાઇચોવિયાકને બીજું યલો કાર્ડ (રેડ કાર્ડ) મળતાં પોલૅન્ડની ટીમ છેલ્લી ત્રીસેક મિનિટ ૧૦ ખેલાડીઓથી જ રમી હતી અને એમાં સ્કોર સમાન કરવા વધુ એક ગોલ ન કરી શકતાં છેવટે સ્લોવેકિયાનો વિજય થયો હતો. સ્લોવેકિયા વતી ૧૮મી મિનિટે વૉજસિએકના ગોલ બાદ પોલૅન્ડ વતી ૪૬મી મિનિટે કૅરોલ લિનેટીએ ગોલ કરીને સ્કોર ૧-૧થી સમાન કર્યો હતો. જોકે ૬૯મી મિનિટે મિલાન સ્ક્રિનિયરે ગોલ કરીને સ્લોવેકિયાને ૨-૧થી જિતાડી દીધું હતું.


આજનું શેડ્યુલ
સાંજે ૬.૩૦ : રશિયા v/s ફિનલૅન્ડ
રાત્રે ૯.૩૦ : ટર્કી v/s વેલ્સ
મધરાતે ૧૨.૩૦ : ઇટલી v/s સ્વિટ્ઝરલૅન્ડ

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK