ગુરુવારે યુનાઇટેડે શેરિફ ક્લબની ટીમને ૨-૦થી હરાવી હતી. રોનાલ્ડોએ વિક્રમજનક ૪૫૦ ગોલ રિયલ મૅડ્રિડ વતી, ૧૪૩ યુનાઇટેડ વતી, ૧૦૧ યુવેન્ટ્સ વતી અને પાંચ ગોલ સ્પોર્ટિંગ લિસ્બન વતી કર્યા છે.
રોનાલ્ડો ૭૦૦મા ગોલથી એક ડગલું દૂર
પોર્ટુગલના સુપરસ્ટાર ફુટબૉલર અને ક્લબ-ફુટબૉલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ વતી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મૅન્ચેસ્ટરથી મળતા અહેવાલ મુજબ ગુરુવારે યુરોપા લીગ નામની ટુર્નામેન્ટમાં પહેલી વાર ગોલ કર્યો હતો. આ તેનો ૬૯૯મો ક્લબ-ગોલ હતો અને ૭૦૦ના આંકડાથી તે હવે માત્ર એક ડગલું દૂર છે. જોકે હવે યુનાઇટેડની આગામી મૅચ છેક બીજી ઑક્ટોબરે રમાવાની છે એટલે તેણે ત્યાં સુધી રાહ જોવી પડશે. ગુરુવારે યુનાઇટેડે શેરિફ ક્લબની ટીમને ૨-૦થી હરાવી હતી. રોનાલ્ડોએ વિક્રમજનક ૪૫૦ ગોલ રિયલ મૅડ્રિડ વતી, ૧૪૩ યુનાઇટેડ વતી, ૧૦૧ યુવેન્ટ્સ વતી અને પાંચ ગોલ સ્પોર્ટિંગ લિસ્બન વતી કર્યા છે.