Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > રોનાલ્ડો અને સૅન્ચોએ મૅન્ચેસ્ટર યુનાઇટેડને નૉકઆઉટમાં પહોંચાડ્યું

રોનાલ્ડો અને સૅન્ચોએ મૅન્ચેસ્ટર યુનાઇટેડને નૉકઆઉટમાં પહોંચાડ્યું

25 November, 2021 05:47 PM IST | Europe
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેલ્સી પણ ચૅમ્પિયન્સ લીગની પ્રી-ક્વૉર્ટરમાં : બાર્સેલોનાએ રાહ જોવી પડશે

વિલારિયલમાં ૭૮મી મિનિટમાં ગોલ કર્યા પછી રોનાલ્ડો (ડાબે), ૯૦મી મિનિટના ગોલ બાદ જૅડોન સૅન્ચો.  એ.એફ.પી.

વિલારિયલમાં ૭૮મી મિનિટમાં ગોલ કર્યા પછી રોનાલ્ડો (ડાબે), ૯૦મી મિનિટના ગોલ બાદ જૅડોન સૅન્ચો. એ.એફ.પી.


ચૅમ્પિયન્સ લીગ ફુટબૉલ સ્પર્ધામાં મંગળવારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પર્ફોર્મન્સમાં થયેલા સુધારાની મદદથી અને નવા ખેલાડી જૅડોન સૅન્ચોના રોમાંચક દેખાવથી મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)એ નૉકઆઉટમાં એન્ટ્રી કરી હતી. ગયા વખતની ચૅમ્પિયન ટીમ ચેલ્સીએ મૅચ જીતીને પણ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે, બાર્સેલોનાની બેન્ફિકા સાથેની મૅચ ૦-૦થી ડ્રૉ થતાં બાર્સેલોનાએ નૉકઆઉટ માટે હજી રાહ જોવી પડશે.
એમયુએ વિલારિયલને ૨-૦થી હરાવી હતી. એમાં ૭૭મી મિનિટ સુધી બન્ને ટીમ ૦-૦થી બરાબરીમાં હતી, પણ રોનાલ્ડોએ પર્ફોર્મન્સમાં ઓચિંતો સુધારો કરીને ૭૮મી મિનિટમાં ગોલ કરીને એમયુને ૧-૦થી સરસાઈ અપાવી હતી અને પછી ૧૨ મિનિટ બાદ (૯૦મી મિનિટમાં) સૅન્ચોએ ગોલ કરી દેતાં એમયુનો ૨-૦થી શાનદાર વિજય થયો હતો. કાર્યવાહક કોચ માઇકલ કૅરિકે સૅન્ચોના ભરપેટ વખાણ કરતાં કહ્યું હતું કે તેને આ દેખાવથી મળેલો આત્મવિશ્વાસ ભવિષ્યની મૅચોમાં ખૂબ કામ લાગશે. ચેલ્સીએ નૉકઆઉટમાં પહોંચી ગયેલી યુવેન્ટસને ૪-૦થી હરાવીને નૉકઆઉટમાં પ્રવેશ કર્યો હતો. ગ્રુપ ‘જી’માં લીલ નામની ટીમે કૅનેડિયમ સ્ટ્રાઇકર જોનથન ડેવિડના સીઝનના ૧૨મા ગોલની મદદથી સાલ્ઝબર્ગને ૧-૦થી હરાવીને ગ્રુપમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. સેવિલાએ વુલ્ફ્સબર્ગને ૨-૦થી હરાવીને નૉકઆઉટ માટેની આશા જીવંત રાખી હતી.

 



રિયલ મૅડ્રિડનો પ્લેયર સેક્સ ટેપ કાંડમાં દોષી


ફ્રાન્સની ટીમનો અને પ્રોફેશનલ ફુટબૉલમાં રિયલ મૅડ્રિડનો ૩૩ વર્ષનો ફુટબૉલર કરીમ બેન્ઝેમા છ વર્ષ પહેલાં સાથી ફુટબૉલ ખેલાડી મૅથ્યુ વૉલ્બ્યુનાને સેક્સ ટેપના પ્રકરણમાં બ્લૅકમેઇલ કરવા બદલ દોષી જાહેર કરાયો છે. આ કરતૂત બદલ કરીમ ફ્રાન્સની ટીમમાંથી સ્થાન ગુમાવી ચૂક્યો છે. અદાલતના ન્યાયાધીશે તેને એક વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા કરી છે. જો તે એક વર્ષમાં ફરી આવી કોઈ હરકત કરશે તો તેને જેલમાં બંધ કરાશે. તેને ૮૪,૦૦૦ ડૉલર (૬૩ લાખ રૂપિયા)નો દંડ પણ કરાયો છે. કરીમ સહિત કુલ પાંચ જણ સામે કેસ ચાલ્યો છે. જૂન ૨૦૧૫માં કરીમે કેટલાક બ્લૅકમેઇલરો સાથે ગોઠવણ કર્યા પછી ફુટબૉલ કૅમ્પમાં મૅથ્યુ પર દબાણ કર્યું હતું કે ‘સેક્સ ટેપ પ્રકરણમાં તારે હું નામ આપું એ વ્યક્તિઓને અમુક રકમ ચૂકવવી જ પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 05:47 PM IST | Europe | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK