ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને સુમિત નાગલે ક્રમશઃ ડબલ્સ અને સિંગલ્સમાં ભારત માટે ઑલિમ્પિક્સ ક્વોટા મેળવ્યો છે
રોહન બોપન્ના
ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને સુમિત નાગલે ક્રમશઃ ડબલ્સ અને સિંગલ્સમાં ભારત માટે ઑલિમ્પિક્સ ક્વોટા મેળવ્યો છે. ડબલ્સમાં વર્લ્ડ રૅન્ક ૪ ધરાવતા રોહન બોપન્નાએ લંડન ૨૦૧૨ અને રિયો ૨૦૧૬ ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. સિંગલ્સમાં ૭૭મો રૅન્ક ધરાવતો સુમિત નાગલ ટોક્યો ૨૦૨૦ ઑલિમ્પિક્સ બાદ ફરી એક વાર પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.