૨૯ જુલાઈએ આ તમામ ફોટો રીશૅર કરવામાં આવશે, જે પોસ્ટ પર સૌથી વધારે લાઇક્સ હશે તેમને ફ્રાન્સ એમ્બેસી દ્વારા સ્પેશ્યલ પ્રાઇઝ આપવામાં આવશે.
આઇ લવ ઑલિમ્પિક્સ ડિસ્પ્લે
૨૬ જુલાઈથી શરૂ થનારી પૅરિસ ઓલિમ્પિક્સ માટે ફ્રાન્સ એમ્બેસીએ મુંબઈમાં નવી પહેલ શરૂ કરી છે. જૂન મહિનામાં BMC વ્યુઇંગ ગૅલરી અને શિવાજી પાર્ક પર આઇ લવ ઑલિમ્પિક્સ ડિસ્પ્લે કરવામાં કરવામાં આવ્યું હતું. જુલાઈ મહિનામાં મુંબઈનાં ચાર સ્થળોએ સાંજે ૪થી ૬ વાગ્યા સુધી આ જ ઑલિમ્પિક રિંગ્સ ડિસ્પ્લે કરવામાં આવશે. એની સાથે ફોટો પડાવીને સોશ્યલ મીડિયા પર
@afmumbai અને @franceinmumbaiને ટૅગ કરીને #IloveJOP2024 હૅશટૅગનો ઉપયોગ કરીને ફોટો શૅર કરવાનો રહેશે. ૨૯ જુલાઈએ આ તમામ ફોટો રીશૅર કરવામાં આવશે, જે પોસ્ટ પર સૌથી વધારે લાઇક્સ હશે તેમને ફ્રાન્સ એમ્બેસી દ્વારા સ્પેશ્યલ પ્રાઇઝ આપવામાં આવશે.
જુલાઈમાં ક્યાં, ક્યારે ડિસ્પ્લે થશે આૅલિમ્પિક રિંગ્સ?
કાર્ટર રોડ (બાંદરા) - ૦૭ જુલાઈ
ગેટવે આૅફ ઇન્ડિયા - ૧૪ જુલાઈ
છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય - ૨૧ જુલાઈ
મરીન ડ્રાઇવ - ૨૬ જુલાઈ

