પી.ટી. ઉષાએ IOAની મેડિકલ ટીમનો બચાવ કરતાં કહ્યું...
પી.ટી. ઉષા
વિનેશ ફોગાટ ફાઇનલ માટે અયોગ્ય જાહેર થઈ ત્યાર પછી એક મોટો વર્ગ ભારતીય ઑલિમ્પિક અસોસિએશન (IOA)ની મેડિકલ ટીમને નિશાન બનાવી રહ્યો છે અને તેમના પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે. આથી IOAનાં પ્રેસિડન્ટ પી.ટી. ઉષાએ કહ્યું હતું કે ‘કુસ્તી, વેઇટલિફ્ટિંગ, બૉક્સિંગ, જુડો જેવી રમતોમાં ઍથ્લીટ્સના વેઇટ-મૅનેજમેન્ટની જવાબદારી દરેક ઍથ્લીટ અને તેના કોચની હોય છે, ચીફ મેડિકલ ઑફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમની નહીં. IOAની મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. પારડીવાલા પ્રત્યે નફરત અસ્વીકાર્ય છે. કોઈ પણ નિષ્કર્ષ પર પહોંચતાં પહેલાં તમામ હકીકતો પર વિચાર કરવો જોઈએ. IOA દ્વારા નિયુક્ત ચીફ મેડિકલ ઑફિસર ડૉ. દિનશા પારડીવાલા અને તેમની ટીમને ગેમ્સના થોડા મહિના પહેલાં ઑનબોર્ડ કરવામાં આવી હતી. તેમનું કાર્ય ઍથ્લીટ્સને ઇવેન્ટ દરમ્યાન અને પછી ઈજાની રિકવરીમાં મદદ કરવાનું હતું.’