તેલંગણની નિખત ઝરીન ગઈ કાલે ઇસ્તંબુલની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી.
ભારતની નિખત ઝરીન બૉક્સિંગમાં બની વર્લ્ડ ચૅમ્પિયન
તેલંગણની નિખત ઝરીન ગઈ કાલે ઇસ્તંબુલની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. તેણે ફ્લાઇવેઇટમાં બાવન કિલો વર્ગની ફાઇનલમાં થાઇલૅન્ડની જિત્પૉન્ગ જુતેમસને ૫-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીતીને સનસનાટી મચાવી હતી. ૩૦-૨૭, ૨૯-૨૮, ૨૯-૨૮, ૩૦-૨૭, ૨૯-૨૮થી જીતેલી નિખત ઝરીન વિશ્વવિજેતા બનેલી ભારતની પાંચમી બૉક્સર છે. મૅરી કૉમ છ વાર વિશ્વવિજેતા બની હતી, જ્યારે સરિતાદેવી, જેની આર. એલ. તથા લેખા કે. સી. એક-એક વાર વર્લ્ડ ચૅમ્પિયન બની હતી. નિખતની સાથે મનીષા મોઉન (૫૭ કિલો) તથા પરવીન હૂડા (૬૩ કિલો) બ્રૉન્ઝ મેડલ સાથે પાછી આવી રહી છે.