° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


ન્યુઝ શોર્ટમાં : રશિયન પ્લેયરે પ્રતિબંધથી બચવા જ્યૉર્જિયાનું નાગરિકત્વ લીધું!

21 June, 2022 12:21 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જેહાન દારૂવાલાની પહેલી વાર ફૉર્મ્યુલા - 1 કારમાં ટેસ્ટ-ડ્રાઇવ અને વધુ સમાચાર

નાટેલા ઝાલામિડ્ઝ

નાટેલા ઝાલામિડ્ઝ

રશિયન પ્લેયરે પ્રતિબંધથી બચવા જ્યૉર્જિયાનું નાગરિકત્વ લીધું!

યુક્રેન સાથે યુદ્ધ કરનાર રશિયા અને એના સાથી-રાષ્ટ્ર બેલારુસના ટેનિસ ખેલાડીઓને સોમવારે શરૂ થતી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં રમવાની મનાઈ છે, પરંતુ રશિયાની નાટેલા ઝાલામિડ્ઝે ચાલાકી કરી છે. તેણે જ્યૉર્જિયા દેશનું નાગરિકત્વ મેળવી લીધું છે. ૨૯ વર્ષની નાટેલાનું નામ વિમ્બલ્ડનના એન્ટ્રી-લિસ્ટમાં જ્યૉર્જિયાની ખેલાડી તરીકે છે. મે મહિનામાં તે પૅરિસની ફ્રેન્ચ ઓપનમાં રશિયન ખેલાડી તરીકે રમી હતી.

 

જેહાન દારૂવાલાની પહેલી વાર ફૉર્મ્યુલા - 1 કારમાં ટેસ્ટ-ડ્રાઇવ

મુંબઈના ૨૩ વર્ષના કાર-રેસર જેહાન દારૂવાલાએ ફૉર્મ્યુલા-1 રેસમાં ઝુકાવવા માટેની પૂર્વતૈયારી શરૂ કરી દીધી છે. તે પહેલી વાર ફૉર્મ્યુલા-1 કાર ચલાવવાનો છે. તે ૨૦૨૧ની એફ-1 ચૅમ્પિયનશિપમાં ઉપયોગમાં લેવાયેલી મૅકલારેન એમએલસી૩૫ કારમાં બેસીને પ્રથમ જ વખત ટેસ્ટ-ડ્રાઇવ કરશે. તે આ ડ્રાઇવ દ્વારા જે ટ્રૅક ટાઇમ મેળવશે એની મદદથી તે પૂરતા પૉઇન્ટ મેળવીને ફૉર્મ્યુલા-વન રેસમાં ભાગ લેવા જરૂરી સુપર લાઇસન્સ માટે અરજી કરી શકશે. હાલમાં તે એફ-2 સર્કિટની રેસમાં ભાગ લે છે.

 

નેધરલૅન્ડ્સના કૅપ્ટનનું શૉકિંગ રિટાયરમેન્ટ

પીઠની ઈજાને લીધે રવિવારે ઇંગ્લૅન્ડ સામેની બીજી વન-ડેમાં ન રમનાર નેધરલૅન્ડ્સના કૅપ્ટન પીટર સીલરે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેને ૨૦૨૦ની સાલથી આ ઈજા સતાવતી હતી જેને લીધે તે પૂરી ક્ષમતાથી નહોતો રમી શકતો. ૩૪ વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર સીલરે ૫૭ વન-ડેમાં ૫૭ વિકેટ લીધી હતી અને ૩૪૭ રન બનાવ્યા હતા. તેણે ૭૭ ટી૨૦માં ૫૮ વિકેટ લેવા ઉપરાંત ૫૯૧ રન બનાવ્યા હતા. ૨૦૦૯માં લૉર્ડ્સમાં ટી૨૦ વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં યજમાન ઇંગ્લૅન્ડને હરાવનાર નેધરલૅન્ડ્સની ટીમમાં સીલર હતો. દરમ્યાન ઇંગ્લૅન્ડે રવિવારે નેધરલૅન્ડ્સને ૬ વિકેટે હરાવીને ૨-૦થી વિજયી સરસાઈ મેળવી હતી.

 

મનપ્રીત સિંહ કૉમનવેલ્થની હૉકી ટીમનો કૅપ્ટન

૨૯ જુલાઈએ બર્મિંગહૅમમાં શરૂ થનારી કૉમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય હૉકી ટીમના સુકાનીપદે મનપ્રીત સિંહની નિયુક્તિ થઈ છે. તેણે ટીમમાં કમબૅક કર્યું છે અને હરમનપ્રીત સિંહ તેનો ડેપ્યુટી છે. મનપ્રીતના પુનરાગમનથી ૨૦૨૦માં ટોક્યો ઑલિમ્પિક્સ જેવો માહોલ સર્જાયો છે. એ ઑલિમ્પિક ગેમ્સમાં ભારત ૪૦ વર્ષ પછીનો પહેલો મેડલ (બ્રૉન્ઝ) જીત્યું હતું.

21 June, 2022 12:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

સાનિયા પહેલી વાર વિમ્બલ્ડનની મિક્સ્ડ-ડબલ્સ સેમી ફાઇનલમાં

આ વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લઈ રહેલી ભારતની ટોચની ખેલાડી સાનિયા મિર્ઝા ટેનિસનાં ચાર ગ્રૅન્ડ સ્લૅમમાં ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપનમાં મિક્સ્ડ-ડબલ્સનું ટાઇટલ જીતી છે

06 July, 2022 03:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

બડોસાને હરાવી હાલેપ ક્વૉર્ટર ફાઇનલમાં

2019માં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનેલી સિમોના હાલેપ સોમવારે માત્ર ૬૦ મિનિટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.

06 July, 2022 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

ભારતની અનાહત જર્મન સ્ક્વૉશમાં બની ગઈ ચૅમ્પિયન; પાકિસ્તાન હૉકી કમિટીએ તપાસ વગર જ રિપોર્ટ આપ્યો! અને વધુ સમાચાર

05 July, 2022 04:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK