Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

19 June, 2022 03:22 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેમી ફાઇનલમાં હાર્યો પ્રણોય; પ્રણતી નાયક જીતી જિમ્નૅસ્ટમાં બ્રૉન્ઝ અને વધુ સમાચાર

મિશન ઇંગ્લૅન્ડ માટે તૈયારી શરૂ : ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી સહિત ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓએ ઇંગ્લૅન્ડ સામે મોકૂફ રખાયેલી પાંચમી ટેસ્ટની તૈયારી શરૂ કરી છે. આ ટેસ્ટ બર્મિંગહૅમમાં પહેલી જુલાઈથી રમાશે. ભારતીય ટીમ અત્યારે લંડન છે અને એણે સિરીઝની તૈયારી શરૂ કરી છે. ટેસ્ટ બાદ ત્રણ ટી૨૦ અને ૩ વન-ડે રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓએ તેમના લૉર્ડ્સ ખાતેના પહેલા ટ્રેઇનિંગ સેશનના ફોટો શૅર કર્યા છે; જેમાં કોહલી, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો સમાવેશ છે.

સેમી ફાઇનલમાં હાર્યો પ્રણોય

ભારતીય બૅડ્મિન્ટન ખેલાડી એચ. એસ. પ્રણોય ગઈ કાલે ઇન્ડોનેશિયા સુપર ૧૦૦૦ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં હારી ગયો હતો. ચીનના ઝાઓ જુન પેંગ સામે તે ૨૧-૧૬, ૨૧-૧૫થી હારીને બહાર થઈ ગયો હતો. વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપમાં બે વખત બ્રૉન્ઝ જીતનાર ખેલાડીની ચીનના ખેલાડી સામે પહેલી ટક્કર હતી. પ્રણોય બીજી વખત ઇન્ડોનેશિયા ઓપનની સેમી ફાઇનલમાં પહોંચ્યો હતો. ચીનના ખેલાડીએ પહેલી ગેમમાં લીડ મેળવી હતી અને પ્રણોય વાપસી કરી શક્યો નહોતો. બીજી ગેમમાં પ્રણોય શરૂઆતમાં ૬-૪થી આગળ હતો, પરંતુ તે લીડને જાળવી શક્યો નહોતો. 

પ્રણતી નાયક જીતી જિમ્નૅસ્ટમાં બ્રૉન્ઝ

કતારના દોહામાં રમાયેવી નવમી એશિયન આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક ચૅમ્પિયનશિપમાં ભારતની પ્રણતી નાયક વૉલ્ટ સેક્શનમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ૨૭ વર્ષની પ્રણતીએ ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ ભાગ લીધો હતો. દોહામાં રમાયેલી વૉલ્ટ સ્પર્ધામાં તેણે અનુક્રમે પહેલા અને બીજા વૉલ્ટમાં ૧૩.૪૦૦ અને ૧૩.૩૬૭નો સ્કોર કર્યો હતો, પરિણામે ૧૩.૩૬૭નો સ્કોર મેળવ્યો હતો. એશિયન ચૅમ્પિયનશિપમાં આ તેનો બીજો મેડલ છે. અગાઉ તે ૨૦૧૯માં મૉન્ગોલિયામાં રમાયેલી સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી. 

હૉકીમાં ભારતીય મહિલાઓએ આર્જેન્ટિનાને ૨-૧થી હરાવ્યું

નેધરલૅન્ડ્સના રોટરડેમમાં રમાતી મહિલા એફઆઇએચ હૉકી પ્રો લીગમાં ભારતે પહેલાં શાનદાર બે ગોલ ફટકારીને ૩-૩થી બરોબરી કરી લીધી હતી અને ત્યાર બાદ શૂટઆઉટમાં ૨-૧થી મૅચ જીતી લીધી હતી. ભારતની આ મૅચ જોવા માટે ભૂતપૂર્વ કોચ જોર્ડ મારીજેન  અને કૅપ્ટન રાણી રામપાલ પણ સ્ટૅન્ડમાં હાજર હતાં. ગોલકીપર સવિતાએ શાનદાર બચાવ કરી ટીમને જિતાડી હતી. આર્જેન્ટિના તરફથી માત્ર વિક્ટોરિયા ગ્રેનેટો ગોલ કરવામાં સફળ રહી હતી. ભારત બે પૉઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે પહોંચ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2022 03:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK