° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

12 January, 2022 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

સુંદરને કોવિડ : કદાચ વન-ડે શ્રેણીમાં નહીં રમે; એક ખેલાડીને ટીમમાં સમાવવા બીજાએ પગાર કાપવા દીધો અને વધુ સમાચાર અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો

તાતા ગ્રુપ આઇપીએલનું હવે ટાઇટલ સ્પૉન્સર

આઇપીએલના ટાઇટલ સ્પૉન્સર તરીકે આ વર્ષથી ચાઇનીઝ મોબાઇલ ઉત્પાદક વિવોનું સ્થાન તાતા ગ્રુપે લીધું છે. આઇપીએલના ચૅરમૅન બ્રિજેશ પટેલે પી.ટી.આઇ.ને આ જાણકારી આપી હતી. વિવોનો બીસીસીઆઇ સાથે ૨૦૧૮થી ૨૦૨૨ સુધીનો ૨૨૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ હતો, પણ ૨૦૨૦માં ગલવાનમાં ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ આપેલા જડબાતોડ જવાબને પગલે વિવોએ કરારમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો જેને પગલે ટ્રોફી સાથે ડ્રીમ૧૧ની સ્પૉન્સરશિપ હતી. ૨૦૨૧માં વિવો બ્રૅન્ડે કમબૅક કર્યું હતું. જોકે બીસીસીઆઇના એક સૂત્રએ કહ્યું છે કે ‘વિવોની આઇપીએલ સાથેની હાજરીથી આઇપીએલની છાપને ઘસરકો પહોંચતો હતો એટલે સ્પૉન્સરમાં ફેરફાર થવાનો જ હતો. ભારતમાં ચીની પ્રોડક્ટ્સ સામે પ્રચંડ વિરોધ શરૂ થતાં વિવોએ ૨૦૨૧માં જ વિદાય લેતાં આઇપીએલને કોઈ નુકસાન નહીં થાય, કારણ કે એ છેલ્લી સીઝન (૨૦૨૨)ની વાર્ષિક સ્પૉન્સરશિપની ૪૪૦ કરોડ રૂપિયાની રકમ નવા સ્પૉન્સર દ્વારા ચૂકવાશે. સ્પૉન્સરશિપની રકમનો ૫૦ ટકા ભાગ બીસીસીઆઇ પોતે રાખે છે અને બાકીના ૫૦ ટકા તમામ ફ્રૅન્ચાઇઝીઓ (હવે ૮ને બદલે ૧૦ ટીમ)માં વહેંચી દેવાય છે.’

 

સુંદરને કોવિડ : કદાચ વન-ડે શ્રેણીમાં નહીં રમે

ભારતના ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરનો કોવિડ-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તે ૧૯ જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં શરૂ થનારી વન-ડે સિરીઝમાં કદાચ નહીં રમે. તે બૅન્ગલોરમાં છે અને મુંબઈમાં બાકીના પ્લેયરો સાથે નથી જોડાયો. આ ખેલાડીઓ એકાદ-બે દિવસમાં મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં રવાના થશે.

 

આયરલૅન્ડ-વેસ્ટ ઇન્ડીઝની બીજી વન-ડે મૅચ મોકૂફ

આયરલૅન્ડની ક્રિકેટ ટીમમાં કોવિડના વધુ બે કેસ નોંધાતાં ગઈ કાલે કિંગસ્ટનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી તેમની બીજી વન-ડે મુલતવી રાખવામાં આવી હતી. આયરિશ ટીમ અમેરિકાથી આવી છે. અમેરિકામાં તેમની વન-ડે શ્રેણી કોવિડની મહામારીને કારણે ટૂંકાવવામાં આવી હતી.

 

એક ખેલાડીને ટીમમાં સમાવવા બીજાએ પગાર કાપવા દીધો

સ્પેનની લા લીગા લીગમાં છઠ્ઠા નંબરની બાર્સેલોના ક્લબની ટીમે છેવટે ફેરન ટૉરસને સાઇન કરવામાં સફળતા મેળવી છે. બાર્સેલોનાનો ડિફેન્ડર સૅમ્યુઅલ ઉમ્ટીટીએ પોતાનો પગાર ઘટાડવા તૈયાર થઈ જતાં ક્લબને ટૉરસનો કરાર સાઇન કરવામાં સરળતા પડી હતી. ટૉરસ મૅન્ચેસ્ટર સિટી ક્લબની ટીમમાં હતો અને બાર્સેલોનાએ તેને સિટી પાસેથી ૫.૫ કરોડ પાઉન્ડ (૫.૫૪ અબજ રૂપિયા)માં મેળવ્યો હતા, પરંતુ લા લીગા લીગમાં દરેક ક્લબે ખેલાડીઓને સાઇન કરવા પાછળ કુલ જેટલી રકમ ખર્ચ કરવાની હોય એની મર્યાદા ઓળંગી જવાઈ હોવાથી અત્યાર સુધી ટૉરસને સાઇન નહોતો કરી શકાતો, પણ ઉમ્ટીટીનો પગાર કપાતાં ટૉરસ સાથેનો કરાર થઈ શક્યો છે.

12 January, 2022 12:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

નડાલ, મેડવેડેવ, બાર્ટી, કૉલિન્સને ઐતિહાસિક વિજેતાપદની તલાશ

ટેનિસના ઓપન યુગમાં પ્રથમ મોટું (ગ્રૅન્ડ સ્લૅમ) ટાઇટલ જીત્યા પછી સતત બીજી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધાનું ટાઇટલ જીતનારો તે પ્રથમ ખેલાડી બનશે.

28 January, 2022 03:44 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

આફ્રિકા કપમાં બે ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને પહોંચી ક્વૉર્ટર ફાઇનલમાં

નૉકઆઉટની લાઇન નક્કી થઈ ગઈ : ત્રણ નૉકઆઉટ મૅચોનાં સ્થળ બદલાયાં

28 January, 2022 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

News In Short : કૃણાલ પંડ્યાનું ટ્વિટર અકાઉન્ટ હૅક થયું

હૅકરે શ્રેણીબદ્ધ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે કેટલાક બિટકૉઇન્સના બદલામાં કૃણાલનું અકાઉન્ટ વેચવા માગે છે. ભૂતકાળમાં શેન વૉટ્સનના ટ્વિટર તથા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયાં હતાં.

28 January, 2022 03:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK