° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

12 October, 2021 05:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયાના કોચ બનવું છે ટૉમ મૂડીને; બૉક્સિંગ ટીમના કોચ બનવા માટે ૧૪ દાવેદાર અને વધુ સમાચાર

નેમાર

નેમાર

નેમાર ૨૦૨૨માં કદાચ છેલ્લી વાર વર્લ્ડ કપમાં રમશે

સાઓ પાઉલોથી મળેલા અહેવાલ મુજબ બ્રાઝિલના સ્ટાર ફુટબોલર નેમારે કહ્યું છે કે એક વર્ષ પછી કતારમાં રમાનારો ફિફા વર્લ્ડ કપ કદાચ મારો આખરી વર્લ્ડ કપ હશે. કારણ કે માનસિક રીતે હું ઉચ્ચ સ્તરે ફુટબૉલ રમવા માટે એ સ્પર્ધા પછી સક્ષમ હોઈશ કે નહીં એની મને શંકા છે. ૨૯ વર્ષના નેમારે એક દસ્તાવેજી ફિલ્મમાં આ કમેન્ટ કરી છે. શનિવારે તે કોલમ્બિયા સામેની વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ મૅચમાં રમ્યો હતો, પણ અસલ ટચ નહોતો બતાવી શક્યો, એને પરિણામે એ મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી.

 

ટીમ ઇન્ડિયાના કોચ બનવું છે ટૉમ મૂડીને

૫૯ વર્ષના રવિ શાસ્ત્રી આ મહિને યુએઈમાં શરૂ રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમના હેડ-કોચનો હોદ્દો છોડી દેશે એવી વહેતી થયેલી વાતોને ધ્યાનમાં લઈને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ટૉમ મૂડીએ ટીમ ઇન્ડિયાના આગામી હેડ-કોચ બનવામાં રસ બતાવ્યો છે. વિશ્વ કપ પછી જો અરજી મગાવવામાં આવશે તો મૂડી આ હાઈ-પ્રોફાઇલ જૉબ માટેના દાવેદારોમાં જરૂર ઝુકાવશે. અગાઉ તેઓ ત્રણ વાર ભારતના હેડ-કોચ બનવામાં નિષ્ફળ ગયા હતા. ૫૬ વર્ષના મૂડી સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ છે. ૨૦૧૬માં તેમના કોચિંગમાં હૈદરાબાદની ટીમ આઇપીએલમાં ચૅમ્પિયન બની હતી. તેઓ શ્રીલંકા ક્રિકેટના ડિરેકટર પણ છે.

 

બૉક્સિંગ ટીમના કોચ બનવા માટે ૧૪ દાવેદાર

આ મહિને સર્બિયામાં ૧૦૦ દેશોના ૬૦૦ બૉક્સરોના સમાવેશ સાથેની જે વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ યોજાવાની છે એ પહેલાં ભારતના પુરુષ બૉક્સરોના હેડ-કોચ બનવા માટે નૅશનલ ફેડરેશને અરજી મગાવી તો મુક્કાબાજીના અનેક નિષ્ણાતોએ અરજી મોકલી છે. એમાંથી ૧૪ જણની ઍપ્લિકેશનને ફેડરેશને શૉટ-લિસ્ટ કરી છે. આ ૧૪ જણમાં કૉમનવેલ્થ ગેમ્સના મેડલ-વિજેતાઓ ૨૯ વર્ષના એમ. સુરનજૉય સિંહ અને ૩૫ વર્ષના એલ. દેવેન્દ્રો સિંહ પણ છે. એ ઉપરાંત યાદીમાં નરેન્દર રાણા, એમ.એસ. ધાકા, ધર્મેન્દ્ર યાદવ તથા ભૂતપૂર્વ બૉક્સરો દિવાકર પ્રસાદ અને તોરાક ખાર્પન પણ છે.

 

બૅડ્મિન્ટનમાં નેધરલૅન્ડ્સનો ૫-૦થી ભારત સામે  વાઇટવૉશ

ડેન્માર્કમાં ચાલી રહેલી થૉમસ કપ બૅડ્મિન્ટન સ્પર્ધામાં રવિવારે રાતે ભારતના પુરુષોની ટીમે નેધરલૅન્ડ્સને તમામ પાંચેપાંચ મૅચમાં હરાવીને ગ્રુપ ‘સી’નો મુકાબલો ૫-૦થી જીતી લીધો હતો. કિદામ્બી શ્રીકાંતે યૉરેન ક્વીકેલને ૨૧-૧૨, ૨૧-૧૪થી, ડબલ્સમાં સાત્ત્વ િક સાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ રુબેન જિલી અને ટીઝ વૅન ડર લેકની જોડીને ૨૧-૧૯, ૨૧-૧૨થી હરાવીને ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર પછી વિશ્વસ્પર્ધાના બ્રૉન્ઝ-મેડલિસ્ટ બી. સાઈ પ્રણીતે રૉબિન મેસ્મનને ૨૭ મિનિટમાં ૨૧-૪, ૨૧-૧૨થી પરાજિત કર્યા બાદ એમ. આર. અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીએ ઍન્ડી બ્યુઇક-બ્રાયન વૉસિન્કને ૨૧-૧૨, ૨૧-૧૩થી હરાવ્યા હતા. છેલ્લે સમીર વર્માએ ગિસ દુઈસને ૨૧-૬, ૨૧-૧૧થી હરાવીને ભારતને ૫-૦થી ક્લીન-સ્વીપ અપાવી હતી. એ પહેલાં, મહિલાઓના ઉબેર કપમાં ભારતની મહિલા ટીમે સ્પેનને ૩-૨થી હરાવ્યું હતું.

12 October, 2021 05:21 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ભારતે પાકિસ્તાનની મહિલા ફુટબૉલ ટીમને ૧૮-૦થી કચડી નાખી

ભારતના ગોલપોસ્ટમાં એક ગોલ (ઑન ગોલ) પાકિસ્તાની ખેલાડી એમન ફૈયાઝથી થઈ ગયો હતો. હાફ ટાઇમ વખતે ભારત ૯-૦થી આગળ હતું.

28 October, 2021 06:25 IST | Dubai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેલ્સીની સીઝનમાં ત્રીજી વાર પેનલ્ટી શૂટઆઉટમાં જીત

આર્સેનલનો આસાન વિજય

28 October, 2021 06:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

મેસી અને નેમાર એકેય ગોલ ન કરી શક્યા : મૅચ ૦-૦થી ડ્રૉ

ફ્રેન્ચ ફુટબૉલમાં વેલેડ્રોમ સ્ટેડિયમ ખાતેની આ મૅચ પરંપરાગત રીતે સૌથી મોટી ગણાતી હતી અને એમાં સુપરસ્ટાર મેસી ગોલ કરવામાં નિષ્ફળ ગયો

26 October, 2021 04:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK