° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


ન્યુઝ શૉર્ટમાં : ટેબલ ટેનિસમાં રચ્યો મનિકાએ ઇતિહાસ

20 November, 2022 01:46 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયા જીત્યું વન-ડે સિરીઝ અને વધુ સમાચાર

મનિકા બત્રા

મનિકા બત્રા

ટેબલ ટેનિસમાં રચ્યો મનિકાએ ઇતિહાસ

ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા ગઈ કાલે આઇટીટીએફ-એટીટીયુ એશિયન કપ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પહેલી મહિલા ખેલાડી બની હતી. તેણે વિમેન્સ સિંગલ્સ વિશ્વની છઠ્ઠા ક્રમાંકની જપાનની હિના હયાતને બ્રૉન્ઝ મેડલની મૅચમાં હરાવી હતી. મનિકા પહેલાં ચેતન બાબુરે ૧૯૯૭માં સિલ્વર અને ૨૦૦૦માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. મનિકાએ ૨૦૨૧ ટેબલ ટેનિસ વર્લ્ડ કપમાં બૉન્ઝ મેડલ જીતનાર હિનાને ૪-૨થી હરાવી હતી. 

 

ઑસ્ટ્રેલિયા જીત્યું વન-ડે સિરીઝ

સ્ટીવ સ્મિથની શાનદાર બૅટિંગ-પ્રદર્શન બાદ મિચેલ સ્ટાર્ક અને એડમ ઝેમ્પાની ચાર-ચાર વિકેટને કારણે સિડની ક્રિકેટ મેદાનમાં ગઈ કાલે રમાયેલી બીજી ટી૨૦માં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને ૭૨ રનથી હરાવીને ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં અજેય લીડ મેળવી લીધી છે. ​​​સ્મિથે ૧૧૪ બૉલમાં ૯૪ રન કર્યા હતા તો માર્નસ લબુશેનના ૫૮ રન અને મિશેલ માર્શના ૫૦ રનની મદદથી ઑસ્ટ્રેલિયાએ ૫૦ ઓવ‍રમાં ૮ વિકેટે ૨૮૦ રન કર્યા હતા. જવાબમાં પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયેલા સ્ટાર્કે ઝીરો રનમાં બે વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને ૩૮.૫ ઓવરમાં ૨૦૮ રનમાં ઑલઆઉટ કર્યું હતું. 

 

ધનરાજ નથવાણી બન્યા જીસીએના નવા પ્રમુખ

ધનરાજ પરિમલ નથવાણી ગઈ કાલે ગુજરાત ક્રિકેટ અસોસિએશન (જીસીએ)ના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ખાલી કરવામાં આવેલું પદ તેમણે સંભાળ્યું છે. ધનરાજ અગાઉ વાઇસ પ્રેસિડન્ટ હતા. અનિલ પટેલ સેક્રેટરી, મયૂર પટેલ જૉઇન્ટ સેક્રેટરી અને ભરત ઝવેરીને ખજાનચી તરીકે નીમવામાં આવ્યા છે. 

20 November, 2022 01:46 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

વાંદરાને બનાવી દીધો ભવિષ્યવેત્તા

આ વાંદરો ઝાગ્રેબના ઝૂનો છે અને તેની પાસે થોડાં વર્ષોથી વિવિધ ટુર્નામેન્ટમાં આગાહી કરાવવામાં આવે છે

02 December, 2022 12:39 IST | Zagreb | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રેફરીએ કોચને બતાવ્યું રેડ કાર્ડ : વર્લ્ડ કપનો પ્રથમ કિસ્સો

કોરિયન કોચ બેન્ટોએ મેદાન પર આવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

02 December, 2022 12:33 IST | Doha | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પોલૅન્ડ હાર્યા છતાં પ્રી-ક્વૉર્ટરમાં, ટ્યુનિશિયા જીત્યા પછી પણ આઉટ

મેસીના ગોલ વગર આર્જેન્ટિના નૉકઆઉટમાં પહોંચી ગયું : ફ્રાન્સ ૨૦૧૪ પછી પહેલી વાર વર્લ્ડ કપમાં હાર્યું

02 December, 2022 12:23 IST | Doha | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK