° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


ન્યુઝ શોર્ટમાં : વર્લ્ડ સ્વિમિંગમાં લેડેકીના પાંચ દિવસમાં ત્રણ ગોલ્ડ

24 June, 2022 01:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટુઅર્ટ બ્રૉડની ફિયાન્સે મૉલી પ્રથમ બાળકને જન્મ આપશે અને વધુ સમાચાર

કૅટી લેડેકી

કૅટી લેડેકી

વર્લ્ડ સ્વિમિંગમાં લેડેકીના પાંચ દિવસમાં ત્રણ ગોલ્ડ

અમેરિકાની પચીસ વર્ષની સ્વિમર કૅટી લેડેકીએ સ્વિમિંગની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતવાનો પોતાનો રેકૉર્ડ છેલ્લા પાંચ દિવસમાં ઘણો સુધાર્યો છે. તે બુડાપેસ્ટમાં શનિવારથી બુધવાર સુધીમાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી એ સાથે તેણે કરીઅર દરમ્યાન આ સ્પર્ધામાં જેટલી વાર ભાગ લીધો છે એમાં તે કુલ મળીને ૨૧ મેડલ જીતી છે, જેમાંના ૧૮ સુવર્ણચંદ્રક છે. શનિવારે તે ૪૦૦ મીટર ફ્રીસ્ટાઇલ ઇન્ડિવિજ્યુઅલમાં, સોમવારે ૧૫૦૦ મીટર ફ્રીસ્ટાઇલ ઇન્ડિવિજ્યુઅલમાં અને બુધવારે ૪X૨૦૦ ફ્રીસ્ટાઇલ ટીમ રિલેમાં ગોલ્ડ મેડલ જીતી હતી. બુધવારે અમેરિકન સ્વિમરોનું ૭ઃ૪૧.૪૫નું ટાઇમિંગ સર્વશ્રેષ્ઠ હતું. એમાં લેડેકીએ પોતાની હરીફાઈ ૧ઃ૫૩.૬૭ના ટાઇમિંગમાં પૂરી કરીને ટીમને જિતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.

 

સ્ટુઅર્ટ બ્રૉડની ફિયાન્સે મૉલી પ્રથમ બાળકને જન્મ આપશે

ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડની ફિયાન્સે મૉલી કિંગ પ્રેગ્નન્ટ છે અને થોડા સમયમાં તે પ્રથમ બાળકને જન્મ આપશે. મૉલીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા હતા જેમાંના એક ફોટોમાં સ્ટુઅર્ટ બ્રૉડ મૉલીના નાના બમ્પને ચૂમી રહેલો બતાવાયો છે. મૉલીએ લખ્યું છે, ‘અમે આ વર્ષના પાછલા ભાગમાં આવનારા અમારા પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યાં છીએ.’ મૉલી ઇંગ્લૅન્ડની જાણીતી પૉપ સિંગર છે. તેણે અને બ્રૉડે ગયા વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. તેઓ ૨૦૧૨થી ડેટિંગ કરતાં હતાં.

 

મૅરડોનાના સ્ટાફ વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો કેસ

આર્જેન્ટિનાના ફુટબૉલ લેજન્ડ ડિએગો મૅરડોનાની તબીબી કાળજી લેવાની બાબતમાં બેદરકારી રાખવામાં આવી હોવાનો મૅરડોનાના આઠ મેડકિલ સ્ટાફ મેમ્બર વિરુદ્ધ સદોષ મનુષ્યવધના આક્ષેપ સંબંધમાં કેસ ચલાવાશે. મૅરડોનાનું ૨૦૨૦માં અવસાન થયું હતું. તેમના નિધનથી સમગ્ર ખેલજગતને આંચકો લાગ્યો હતો. તેમના બ્રેઇન સર્જ્યન લીઓપોલ્ડો લ્યુક અને સાઇકિયાટ્રિસ્ટ ઑગસ્ટિના કોસાચોવ સામે આ કેસ ચાલશે.

24 June, 2022 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

News In Short: ઑલિમ્પિક મેડલિસ્ટ હૉકી પ્લેયર વરિન્દર સિંહનું નિધન

ભારત ૧૯૭૫માં હૉકીનો વર્લ્ડ કપ અને એ પહેલાં ૧૯૭૩માં વિશ્વકપનો સિલ્વર મેડલ જીત્યું હતું

29 June, 2022 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રેડુકાનુની એક વર્ષમાં ૨૨૮ રૅન્કની છલાંગ

૨૦૨૧માં આ ​બ્રિટિશર ૩૩૮ની રૅન્ક સાથે વિમ્બલ્ડનમાં પ્રવેશેલી : આ વખતે ૧૦મો ક્રમ છે

29 June, 2022 10:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

જૉકોવિચ પહેલી મૅચ સંઘર્ષ બાદ જીત્યો, પણ રેકૉર્ડ કર્યો

ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ટેનિસ ખેલાડી નોવાક જૉકોવિચ ગઈ કાલે ગ્રાસ કોર્ટ પર શરૂ થયેલી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપની પ્રથમ રાઉન્ડની મૅચમાં ભારે સંઘર્ષ બાદ જીત્યો હતો

28 June, 2022 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK