Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > News In Short : સિંધુ અને પ્રણોય લખનઉની સ્પર્ધાની ક્વૉર્ટરમાં

News In Short : સિંધુ અને પ્રણોય લખનઉની સ્પર્ધાની ક્વૉર્ટરમાં

21 January, 2022 01:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની જ આકર્ષી કશ્યપ અને માલવિકા બન્સોડ પોતપોતાની મૅચ જીતી જતાં હવે ક્વૉર્ટરમાં સામસામે રમશે. પ્રણોયે ભારતના જ પ્રિયાંશુ રાજાવતને ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૮થી હરાવ્યો હતો.

સિંધુ અને પ્રણોય લખનઉની સ્પર્ધાની ક્વૉર્ટરમાં

સિંધુ અને પ્રણોય લખનઉની સ્પર્ધાની ક્વૉર્ટરમાં


પી. વી. સિંધુ અને એચ. એસ. પ્રણોય ગઈ કાલે લખનઉમાં સૈયદ મોદી ઇન્ટરનૅશનલ બૅડ્મિન્ટન ટુર્નામેન્ટની સિંગલ્સની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. સિંધુએ સેકન્ડ રાઉન્ડમાં અમેરિકાની લૉરેન લામને ૩૩ મિનિટમાં ૨૧-૧૬, ૨૧-૧૩થી હરાવી હતી. ભારતની જ આકર્ષી કશ્યપ અને માલવિકા બન્સોડ પોતપોતાની મૅચ જીતી જતાં હવે ક્વૉર્ટરમાં સામસામે રમશે. પ્રણોયે ભારતના જ પ્રિયાંશુ રાજાવતને ૨૧-૧૧, ૧૬-૨૧, ૨૧-૧૮થી હરાવ્યો હતો.

પ્લેયરોના પૈસા બાકી : સચિન વર્લ્ડ સિરીઝ નહીં રમે



નિવૃત્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોના સમાવેશથી રમાતી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની પ્રથમ સીઝનમાં રમી ચૂકેલા કેટલાક ખેલાડીઓને નિર્ધારિત કરાયેલા પૈસા ચૂકવાયા ન હોવાથી ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર ૧ માર્ચથી યુએઈમાં રમાનારી આ સિરીઝની બીજી સીઝનમાં ભાગ નહીં લે. ગયા વખતે સચિન ઇન્ડિયા લેજન્ડ્સ ટીમમાં હતો અને એ ટીમ ચૅમ્પિયન બની હતી. ખુદ સચિનને પણ એ સીઝનની અમુક રકમ હજી નથી મળી. સુનીલ ગાવસકર આ ઇવેન્ટની પ્રથમ સીઝનના કમિશનર હતા. પી.ટી.આઇ.ના અહેવાલ મુજબ મોટા ભાગના પ્લેયરોએ મૅજેસ્ટિક લેજન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને પીએમજીના નેજા હેઠળ રમવાના કરાર કર્યા હતા. રવિ ગાયકવાડ મુખ્ય આયોજક હતા.


વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચો અમદાવાદ, કલકત્તામાં?

બીસીસીઆઇને ટૂર્સ ઍન્ડ ફિક્સચર્સ કમિટીએ ભલામણ કરી છે કે આગામી ૬થી ૨૦ ફેબ્રુઆરી દરમ્યાન ભારતમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જે ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ રમાવાની છે એ મૅચો માત્ર અમદાવાદ તથા કલકત્તામાં જ રાખવામાં આવે. કોવિડના કેસ વધ્યા એ અગાઉ જયપુર, કટક, વિશાખાટ્ટનમ અને તિરુવનંતપુરમનો પણ યાદીમાં સમાવેશ હતો.


 

Whatsapp-channel Whatsapp-channel

21 January, 2022 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK