° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


News in Short: પીઠમાં દુખાવો થતાં સ્પર્ધામાંથી ઓસાકાની એક્ઝિટ

11 August, 2022 03:18 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ અટકી ત્યારે એસ્ટોનિયાની કિયા કુનેપી ૭-૪, ૩-૦થી આગળ હતી

નાઓમી ઓસાકા

નાઓમી ઓસાકા

પીઠમાં દુખાવો થતાં સ્પર્ધામાંથી ઓસાકાની એક્ઝિટ

ટેનિસ સિંગલ્સના ચાર ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી જપાનની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન નાઓમી ઓસાકા પીઠમાં દુખાવો હોવા છતાં મંગળવારે ટૉરન્ટોમાં કૅનેડિયન ઓપનનો પ્રથમ રાઉન્ડ રમી હતી અને બીજા સેટમાં પીઠમાં પેઇન અસહ્ય થઈ જતાં તેણે એ મૅચમાં રમવાનું છોડી દીધું હતું. મૅચ અટકી ત્યારે એસ્ટોનિયાની કિયા કુનેપી ૭-૪, ૩-૦થી આગળ હતી. ઓસાકાએ અધૂરી છોડેલી મૅચ પછી કહ્યું, ‘મૅચ શરૂ થઈ ત્યારથી જ મને પીઠમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. મેં એ પેઇન છતાં રમતા રહેવા ખૂબ પ્રયાસ કર્યો, પણ છેવટે મૅચ છોડી દેવી જ પડી. કિયા બહુ જ સારું રમી. સ્પર્ધાના આવનારા દિવસો માટે તેને મારી શુભેચ્છા.’

આયરલૅન્ડે છેલ્લી ઓવરમાં હારની હારમાળા રોકી

ટી૨૦માં આયરલૅન્ડની ટીમ આ સીઝનમાં ઘરઆંગણે એકેય મૅચ નહોતું જીતી શક્યું અને છેલ્લી આઠ મૅચ સતત હાર્યું હતું, પણ મંગળવારે એણે બેલફાસ્ટમાં અફઘાનિસ્તાન સામે ૧૬૯ રનનો લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં મેળવીને અત્યંત જરૂરી વિજય મેળવી લીધો હતો. અફઘાનિસ્તાને ઉસ્માન ઘનીના ૫૯ રનની મદદથી ૭ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. બૅરી મૅકાર્થીએ ત્રણ વિકેટ લીધી હતી. આયરલૅન્ડે ૧૯.૫ ઓવરમાં ૩ વિકેટે જે ૧૭૧ રન બનાવ્યા એમાં કૅપ્ટન ઍન્ડી બાલ્બર્નીના ૫૧ રન અને લૉર્કેન ટકરના ૫૦ રન હતા. પૉલ સ્ટર્લિંગે ૩૧ રન બનાવ્યા હતા. ૨૦મી ઓવરમાં આયરલૅન્ડના બૅટર્સે જીતવા જરૂરી ૧૩ને બદલે ૧૫ રન બનાવ્યા હતા. ૧૦ રને અણનમ રહેનાર ડૉકરેલે ચોથા, પાંચમા બૉલમાં વિનિંગ ફોર ફટકારી હતી. બાલ્બર્નીને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

ફિફાને વર્લ્ડ કપ એક દિવસ વહેલો શરૂ કરાવવો છે

આરબ દેશ કતારમાં મૂળ સમયપત્રક મુજબ આ વર્ષની ૨૧ નવેમ્બરે સેનેગલ અને નેધરલૅન્ડ્સ વચ્ચેની મૅચથી ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ શરૂ થવાનો છે, પરંતુ ફુટબૉલ-જગતની સંચાલક સંસ્થા ફિફા વિચારે છે કે પહેલી મૅચ યજમાન કતાર અને ઇક્વેડોર વચ્ચે ૨૦ નવેમ્બરે (એક દિવસ પહેલાં) રમાય. જોકે આ વિશે હજી વિચાર જ પ્રગટ કરાયો છે અને થોડા દિવસમાં અંતિમ નિર્ણય લેવાશે.

રિલાયન્સની બે નવી ટી૨૦ ટીમનાં નામ એમઆઇ એમિરેટ્સ, એમઆઇ કેપટાઉન

મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ના માલિકો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આગામી ટી૨૦ લીગ ટુર્નામેન્ટ માટેની પોતાની બે નવી ટીમનાં નામ જાહેર કર્યાં છે. યુએઈમાં રમાનારી ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦ માટેની ટીમ એમઆઇ એમિરેટ્સ તરીકે અને સાઉથ આફ્રિકાની નવી ટી૨૦ લીગ માટેની ટીમ એમઆઇ કેપટાઉન તરીકે ઓળખાશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ડિરેક્ટર નીતા અંબાણીએ ગઈ કાલે જણાવ્યું હતું, ‘એમઆઇ એમિરેટ્સ અને એઆઇ કેપટાઉનને અમારી વનફૅમિલીમાં સામેલ કરવામાં હું બેહદ આનંદ અનુભવી રહી છું.’

11 August, 2022 03:18 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

હૉકી વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ સ્પેન સામે

ભારતના ગ્રુપ ‘ડી’માં ઇંગ્લૅન્ડની મજબૂત ટીમ તેમ જ વેલ્સની ટીમ પણ છે

28 September, 2022 12:45 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચેસમાં ચીટિંગ : કાર્લસેન કહે છે, ‘હું નીમન સાથે ફરી નહીં રમું’

ચેસમાં છેતરપિંડી કોઈ નવી વાત નથી

28 September, 2022 12:38 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ગુજરાતે કબડ્ડી અને નેટબૉલમાં માણી જીત

કબડ્ડીની મેન્સ ટીમ ૫૬-૨૭થી વિજયી : નેટબૉલમાં ગુજરાતે મધ્ય પ્રદેશને પરાજિત કર્યું

28 September, 2022 12:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK