° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


નૅશનલ ગેમ્સ : ઑલિમ્પિયનો બનાવશે, ઑલિમ્પિક્સ અપાવશે

02 October, 2022 07:08 PM IST | Mumbai
Ajay Motivala | ajaymotivala@mid-day.com

નીરજ માટે ૨૦૧૫ની નૅશનલ ગેમ્સ અને પછી એ કૅમ્પ ટર્નિંગ પૉઇન્ટ બની ગયાં

નૅશનલ ગેમ્સ : ઑલિમ્પિયનો બનાવશે, ઑલિમ્પિક્સ અપાવશે કરન્ટ ફાઇલ્સ

નૅશનલ ગેમ્સ : ઑલિમ્પિયનો બનાવશે, ઑલિમ્પિક્સ અપાવશે

ભારતીય ઑલિમ્પિક્સ તરીકે ઓળખાતી નૅશનલ ગેમ્સ (રાષ્ટ્રીય રમતોત્સવ) સામાન્ય રીતે દર ચાર વર્ષે રમાય છે, પણ કોવિડકાળના ગ્રહણને કારણે આ વખતે સાત વર્ષના અંતર પછી યોજાઈ રહી છે. છેલ્લે ૨૦૧૫માં જ્યારે કેરલામાં એનું આયોજન થયું ત્યારે ભાલા ફેંકની હરીફાઈમાં નીરજ ચોપડા છેક પાંચમા નંબર પર આવ્યો હતો. ત્યારે કોઈ સાધારણ સ્પોર્ટ્સલવર તેનાથી ખાસ કંઈ પરિચિત નહોતો, પરંતુ ભારતીય ખેલકૂદ વિભાગની ‘થિન્કટૅન્ક’ને નીરજની ટૅલન્ટ અને તાકાત પર પૂરો ભરોસો હતો અને એટલે જ તેમણે નીરજને નૅશનલ કૅમ્પમાં દાખલ કર્યો હતો. તેમને વિશ્વાસ હતો કે નીરજ ભવિષ્યની કોઈ પણ મોટી સ્પર્ધામાં ભારતનું નામ જરૂર ઉજાળશે.
નીરજ માટે ૨૦૧૫ની નૅશનલ ગેમ્સ અને પછી એ કૅમ્પ ટર્નિંગ પૉઇન્ટ બની ગયાં. એ શિબિરમાં તેને એવી તાલીમ મળી કે ભાલા ફેંકના કૌશલ્યને તેણે ધારદાર બનાવી દીધું હતું. તેણે કૅમ્પમાં મળેલા શિક્ષણને આધારે ડાયટ પર પણ કન્ટ્રોલ લાવી દીધો અને ભારતીય લશ્કરના આ જુનિયર ઑફિસરે પાછળ વળીને જોયું જ નહીં અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીને ૨૦૨૦માં ટોક્યો ઑલિમ્પિક્સમાં પહોંચી જઈ ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી લાવ્યો. વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સનો આ સિલ્વર મેડલિસ્ટ ગુજરાતમાં યોજાયેલી નૅશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા હજારો ઍથ્લીટો-પ્લેયરો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેની ઝગમગતી કારકિર્દી નવયુવા વર્ગને પ્રેરણા આપે છે કે જો તમે નૅશનલ ગેમ્સને પર્ફેક્ટ માધ્યમ ગણીને એમાં ચમકશો અને પછી યોગ્ય તાલીમ મેળવશો તો આંતરરાષ્ટ્રીય ફલક પર તમને જરૂર સફળતા મળશે.
કેરલા ગેમ્સે નીરજ અપાવ્યો
૨૦૧૫ની કેરલાની નૅશનલ ગેમ્સે પાંચ વર્ષ પછી (૨૦૨૦ ઑલિમ્પિક્સમાં) ભારતને નીરજના રૂપમાં મેડલવિજેતા અપાવ્યો તો ગુજરાતનો રાષ્ટ્રીય રમતોત્સવ દેશને નવા ઑલિમ્પિક ચૅમ્પિયનો આપવા માટે કેમ નિમિત્ત ન બની શકે? આ સ્પોર્ટ્સ-ફેસ્ટિવલનો ૯૮ વર્ષથી ઑલિમ્પિક ગેમ્સ સાથે સીધો સંબંધ છે. ૧૯૨૪માં (ભાગલા પહેલાંના ભારતમાં) લાહોરમાં જે પહેલી નૅશનલ ગેમ્સ યોજાયેલી એનું નામ ‘ઑલ ઇન્ડિયા ઑલિમ્પિક ગેમ્સ’ હતું.
‘નૅશનલ ગેમ્સ, ગુજરાત’ કોઈ સાધારણ ઇવેન્ટ નથી. જેવું પ્રતીક (‘સાવજ’) એવું આયોજન છે. ગુજરાતને પહેલી વાર રાષ્ટ્રીય રમતોત્સવનો અવસર મળ્યો છે અને એનું યાદગાર બની રહે એવું અભૂતપૂર્વ આયોજન થયું છે. ૨૦૨૦માં કોવિડકાળને લીધે ગોવામાં ન યોજાયેલી નૅશનલ ગેમ્સ યોજવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને આમંત્રણ અપાયું એ પછી ગણતરીના દિવસોમાં શાનદાર આયોજનની વ્યવસ્થા પૂરી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા મહિનાની મધ્યમાં નૅશનલ ગેમ્સના ઍન્થમ અને મૅસ્કટ લૉન્ચ કર્યા અને ગુરુવાર, ૨૯ સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમમાં રમતોત્સવનું ઉદ્ઘાટન કર્યું.
ગીત સેઠીનાં પ્રેરક વિધાનો
અમદાવાદમાં રહેતા બિલિયર્ડ્સ-લેજન્ડ ગીત સેઠીએ બહુ સરસ કહ્યું છે. તેમનું માનવું છે કે ‘ગુજરાતે નૅશનલ ગેમ્સનું શૉર્ટ નોટિસ બાદ એટલું બધુ સુંદર આયોજન કર્યું છે કે આના પરથી ગુજરાત નજીકના ભવિષ્યમાં ઑલિમ્પિક ગેમ્સ યોજવા માટે દાવો કરી શકે એમ છે. ભવિષ્યમાં ગુજરાતને ઑલિમ્પિક્સનું યજમાન બનવાનું કહેવામાં આવશે તો નવાઈ નહીં લાગે. ખરું કહું તો ખેલકૂદના આયોજનની બાબતમાં ગુજરાતે હવે વિશ્વ સ્તરે મીટ માંડવી જોઈએ અને એ જ આશય હોવો જોઈએ. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સ્પોર્ટ્સ-એજન્ડા સાથે જે રીતે આગળ વધી રહ્યા છે એ ખૂબ પ્રશંસનીય છે.’
એકસાથે છ સ્પોર્ટ્‍સ સિટી બન્યાં
ગુજરાતનાં શહેરોને સ્માર્ટ સિટી બનાવવાના મિશનની સાથે હવે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરને ‘સ્પોર્ટ્સ સિટી’નો દરજ્જો પણ મળી રહ્યો છે. ભવિષ્યમાં માત્ર આ શહેરોનાં જ નહીં, આજુબાજુનાં નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા યુવાન ઍથ્લીટોમાંથી પણ દેશને ‘નવો નીરજ ચોપડા કે નવી પી. વી. સિંધુ’ મળશે તો એ ‘નૅશનલ ગેમ્સ, ગુજરાત’ની જ દેન કહેવાશે.

02 October, 2022 07:08 PM IST | Mumbai | Ajay Motivala

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

આજે બ્રાઝિલ ફેવરિટ, ક્રોએશિયા ડાર્ક હૉર્સ

વર્લ્ડ કપની પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં નેમાર અને તેના સ્ટાર ખેલાડીઓનો મૉડ્રિચ ઍન્ડ કંપની સાથે મુકાબલો

09 December, 2022 02:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

નેધરલૅન્ડ્સના કોચે આજે મેસીના મૅજિકથી બચવા શોધી કાઢ્યો ઉપાય

વર્લ્ડ કપના ઓલ્ડેસ્ટ કોચ લુઇસને આર્જેન્ટિના સાથે આ વર્ષે જૂનો હિસાબ ચૂકતે કરવો છે

09 December, 2022 02:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ચાનુ કાંડાની ઈજા છતાં વિશ્વસ્પર્ધામાં જીતી સિલ્વર

૨૦૧૭માં તે ગોલ્ડ મેડલ જીતી હતી

08 December, 2022 01:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK