° °

આજનું ઇ-પેપર
Thursday, 08 December, 2022


ગુજરાતે કબડ્ડી અને નેટબૉલમાં માણી જીત

28 September, 2022 12:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કબડ્ડીની મેન્સ ટીમ ૫૬-૨૭થી વિજયી : નેટબૉલમાં ગુજરાતે મધ્ય પ્રદેશને પરાજિત કર્યું

ગુજરાતની કબડ્ડીની મેન્સ ટીમે ગોવાને ૫૬-૨૭થી કચડી નાખી હતી. National Games

ગુજરાતની કબડ્ડીની મેન્સ ટીમે ગોવાને ૫૬-૨૭થી કચડી નાખી હતી.

ગુજરાતમાં આયોજિત રાષ્ટ્રીય રમતોત્સવમાં ગઈ કાલે કબડ્ડીમાં ‘અન્ડરડૉગ’ તરીકે ઓળખાતી ગુજરાતની મેન્સ ટીમે ગોવાને ૫૬-૨૭થી હરાવી દીધું હતું. જોકે મહિલાઓમાં ગુજરાતની ટીમે બિહાર સામે ૩૮-૧૫થી હાર ખમવી પડી હતી. ગઈ કાલે ગુજરાતની મહિલા ટીમ મહારાષ્ટ્ર સામે ૨૨-૪૬થી હારી ગઈ હતી. બીજી તરફ ગઈ કાલે હરિયાણાની મેન્સ ટીમે કબડ્ડીમાં ગુજરાતની ટીમને ૫૫-૨૬થી હરાવી હતી.

કબડ્ડીમાં મહારાષ્ટ્રની મેન્સ ટીમે ચંડીગઢને ૬૦-૨૧થી હરાવીને ઉપલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. નેટબૉલમાં પણ ગુજરાતની મેન્સ ટીમે જીત માણી છે. એણે મધ્ય પ્રદેશને ૫૩-૩૮થી પરાજય ચખાડ્યો હતો. ગુજરાતની કબડ્ડીની મૅચ અમદાવાદમાં અને નેટબૉલની મૅચ ભાવનગરમાં રમાઈ હતી. બન્ને સ્થળે મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા અને ગુજરાતની ટીમને ચિયર-અપ કરી હતી.કબડ્ડીની સ્પર્ધાના સોમવારે મહારાષ્ટ્રએ બે અપસેટ જીત માણી હતી. 

28 September, 2022 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

સ્પેનમાં સન્નાટો, મૉરોક્કોમાં મિજબાની

૨૦૧૦નું ચૅમ્પિયન સ્પેન આઉટ : મૉરોક્કો ક્વૉર્ટરમાં પહોંચનારો ચોથો આફ્રિકન દેશ

08 December, 2022 12:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રોનાલ્ડો બેન્ચ પર, રામોસ સાતમા આસમાને

પોર્ટુગલે સ્વિટ્ઝરલૅન્ડને ૬-૧થી હરાવ્યું : કૅપ્ટન રોનાલ્ડોને શરૂઆતથી ન રમવા મળ્યું, જ્યારે તેના વિકલ્પ રામોસે ડેબ્યુમાં જ હૅટ-ટ્રિક ગોલથી ધૂમ મચાવી

08 December, 2022 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

પહેલી ક્વૉર્ટરમાં ટકરાશે ટાઇટલ-ફેવરિટ બ્રાઝિલ અને ૨૦૧૮નું રનર-અપ ક્રોએશિયા

વર્લ્ડ નંબર-વન બ્રાઝિલે પ્રી-ક્વૉર્ટરમાં સાઉથ કોરિયાને ૪-૧થી હરાવ્યુંઃ ક્રોએશિયાનો પેનલ્ટી શૂટઆઉટમાં જપાન સામે ૩-૧થી વિજય

07 December, 2022 02:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK