° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


કોરોનાને કારણે મિલ્ખા સિંહની પત્નીનું નિધન, મોહાલી હૉસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

14 June, 2021 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મિલ્ખા સિંહના પરિવારના પ્રવક્તા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, "તમને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે શ્રીમતી નિર્મલ મિલ્ખા સિંહનું કોવિડ-19 વિરુદ્ધ લડત બાદ આજે સાંજે ચાર વાગ્યે નિધન થઈ ગયું છે."

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો

ભારતીય મહિલા વૉલીબૉલ ટીમની પૂર્વ કૅપ્ટન તેમજ મહાન રનર મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું મોહાલીના એક હૉસ્પિટલમાં કોવિડ-19 સંક્રમણથી સંબંધિત મુશ્કેલીઓને કારણે નિધન થઈ ગયું છે. તે ગયા મહિને આ બીમારીની ચપેટમાં આવી ગઈ હતી. તે 85 વર્ષની હતી અને તેમના પરિવારમાં પતિ એક દિકરો અને ત્રણ દીકરીઓ છે.

મિલ્ખા સિહંના પરિવારના પ્રવક્તા તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું, "તમને જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે શ્રીમતી નિર્મલ મિલ્ખા સિંહનું કોવિડ-19 વિરુદ્ધ લડત બાદ આજે સાંજે ચાર વાગ્યે નિધન થઈ ગયું છે." તેમણે જણાવ્યું, "તે મિલ્ખા પરિવારની કરોજ રજ્જૂ જેવી હતી. તે 85 વર્ષની હતી. આ દુઃખદ છે કે ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહજી આજે સાંજે અગ્નિસંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં કારણકે તેઓ પોતે હાલ આઇસીયૂ (ચંદીગઢમાં પીજીઆઇએમઆઇઆર)માં છે. "

મિલ્ખાને કોવિડ-ન્યૂમોનિયાને કારણે મોહલીના ફૉર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તે જ હૉસ્પિટલમાં બે દિવસ પછી 26 મેના નિર્મલને પણ દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પછી પરિવારની રિક્વેસ્ટ પર મિલ્ખા સિંહને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો પણ નિર્મલ જોખમી સંક્રમણને કારણે હૉસ્પિટલમાં જ રહી.

ઘરમાં સ્થિતિ બગડ્યા પછી મિલ્ખા સિંહને અહીંના ICUમાં દાખલ કરવામાં આવ્યા. તેમની સ્થિતિ હાલ સ્થિર છે અને તેમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારના પ્રવક્તાએ કહ્યું કે નિર્મલે છેલ્લે સુધી બહાદૂરીથી લડાઇ લડી. તેમણે કહ્યું, "પરિવારે આ સંઘર્ષ દરમિયાન એકથા અને પ્રાર્થના માટે બધાનો આભાર માન્યો છે, જેણે તેમને બહાદૂરીથી આનો સામનો કરવાની હિંમત આપી."

જણાવવાનું કે દેશમાં 71 દિવસ પછી કોવિડ-19ના સૌથી ઓછા 80,834 નવા કેસ સામે આવ્યા છે જ્યારે રોજિંદા સંક્રમણ દર ઘટીને 4.25 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રવિવારે સવાર સુધી આંકડાઓમાં આ માહિતી સામે આવી છે.

14 June, 2021 06:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

ટેનિસ બાદ બૅડ્મિન્ટનમાં પણ જપાનનો ફ્લૉપ શો

સ્ટાર ઓસાકાની વહેલી વિદાય બાદ ગઈ કાલે બૅડ્મિન્ટનનો વર્લ્ડ નંબર-વન કેન્ટો મોમોટા પહેલા જ રાઉન્ડમાં હારીને બહાર

29 July, 2021 04:42 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

ભારતીય મહિલા હૉકી ટીમની હારની હૅટ-ટ્રિક

નેધરલૅન્ડ અને જર્મની બાદ ગઈ કાલે બ્રિટન સામે ૧-૪થી સતત ત્રીજો પરાજય 

29 July, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

બૉક્સર પૂજા રાની ક્વૉર્ટર ફાઇનલમાં

પહેલી જ વાર ઑલિમ્પિક્સમાં રમી રહેલી ભારતીય મહિલા બૉક્સરે અલ્જિરિયાની ખેલાડીને ૫-૦થી હરાવી, મેડલથી હવે એક કદમ દૂર

29 July, 2021 04:37 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK