Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

24 December, 2020 03:00 PM IST | Argentina
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો

મેસીએ ૬૪૪મો ગોલ ફટકારી પેલેનો રેકૉર્ડ તોડ્યો


આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફુટબોલર લિઓનેલ મેસીએ શનિવારે લા લીગામાં તેની ક્લબ બાર્સેલોના વતી રમતાં વૅલેન્સિયા ક્લબ સામે બે મૅચમાં ગોલ ફટકારીને એક જ ક્લબ વતી સૌથી વધુ ૬૪૩ ગોલનો લેજન્ડર ફુટબોલર પેલેના રેકૉર્ડની બરોબરી કરી હતી. હવે મેસીએ મંગળવારે બાર્સેલોના વતી રમતાં રિયલ વૅલાડોલિડ સામે વધુ એક ગોલ સાથે તેના ગોલનો આંકડો ૬૪૪ પર પહોંચાડી દીધો હતો અને પેલેને પાછળ રાખીને નવો રેકૉર્ડ રચી દીધો હતો. આ સાથે મેસી એક જ ક્બલ વતી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો હતો. મેસીએ બાર્સેલોના વતી ૭૪૯ મૅચમાં સૌથી વધુ ૬૪૪ ગોલ કર્યા છે. પેલેએ બ્રાઝિલની ક્લબ સૅન્ટોસ વતી ૧૯૫૬માં ૧૫ વર્ષની ઉંમરે જ રમવાનું શરૂ કરી દીધું હતું અને ૧૯૭૪ સુધી ૬૫૬ મૅચ રમીને ૬૪૩ ગોલ ફટકાર્યા હતા. પેલે ૧૯૫૬થી ૧૯૭૪ દરમ્યાન સૅન્ટોસ વતી કુલ ૧૯ સીઝન રમ્યો હતો, જ્યારે મેસીએ ૨૦૦૪થી શરૂ કરીને આ ૧૭મી સીઝન રમી રહ્યો છે. અહેવાલ પ્રમાણે મેસીની બાર્સેલોના વતી લગભગ છેલ્લી સીઝન છે. બીજી અનેક ક્લબ મેસીને સામેલ કરવા ઉત્સુક છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 03:00 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK