° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


પુરૂષ ટીમ બાદ ભારતની મહિલા હોકી ટીમે ઓલિમ્પિક હોકી ઇવેન્ટ ટાઇટલ જીત્યું

21 August, 2019 09:15 PM IST | Tokyo

પુરૂષ ટીમ બાદ ભારતની મહિલા હોકી ટીમે ઓલિમ્પિક હોકી ઇવેન્ટ ટાઇટલ જીત્યું

ભારતીય મહિલા ટીમે જાપાનને હરાવી ઓલિમ્પિક હોકી ટેસ્ટ ઇવેન્ટ જીતી (PC : Hockey India)

ભારતીય મહિલા ટીમે જાપાનને હરાવી ઓલિમ્પિક હોકી ટેસ્ટ ઇવેન્ટ જીતી (PC : Hockey India)

Tokyo : રમત ક્ષેત્રે બુધવારનો દિવસ ભારત માટે અદભુત રહ્યો હતો. ભારતની પુરૂષ ટીમ બાદ મહિલા ટીમે પણ જીતનો ગોલ કર્યો હતો. ઓલિમ્પિક હોકી ઇવેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલ મેચમાં જાપાનને 2-1થી માત આપીને ઓલિમ્પિક હોકી ઇવેન્ટનું ટાઇટલ કબ્જે કર્યું હતું.ફાઇનલમાં ભારતની મહિલા ટીમે દરેક ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કર્યું
પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમતી જાપાનની ટીમ આ મેચ જીતવા માટે વધુ દાવેદાર હતી. પરંતુ ભારતીય ટીમે અંતિમ અને મહત્વની મેચમાં શાનદાર પ્રદર્શન કરતા જાપાનને માત આપી હતી.
ફાઇનલમાં ભારતીય ટીમના નવજોત કૌર અને લાલરેમસિયાનીએ ગોલ કર્યો હતો. જાપાન તરફથી એક માત્ર ગોલ મિનામી શિમિજૂએ કર્યો હતો. રાઉન્ડ રોબિન મુકાબલામાં બંન્ને ટીમોનો સામનો થયો હતો.જેમાં ભારતે 2-1થી જીત મેળવી હતી.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

આ પહેલા ભારતીય પુરૂષ ટીમે પણ ઓલિમ્પિક હોકી ઇવેન્ટ ટાઇટલ કબ્જે કર્યું હતું
ભારતીય મહિલા ટીમે વિશ્વમાં મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે
2-2થી ડ્રો રમી હરીફ ટીમે કહી દીધું હતું કે અમે ટાઇટલ જીતવા માટે મજબુત દાવેદાર છીએ. પૂરી ટૂર્નામેન્ટમાં ભારતે એક પણ પરાજયનો સામનો કરવો પડ્યો નથી. ઓલિમ્પિક હોકી ટેસ્ટમાં ભારતીય પુરૂષ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇતિહાસ રચી લીધો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે બુધવારે ટોક્યોમાં રમાયેલી ફાઇનલ મેચમાં 5-0થી ન્યુઝીલેન્ડને ટુર્નામેન્ટ પર કબ્જો મેળવી લીધો છે. ભારતીય ટીમ તરફથી હરમનપ્રિતસિંહ,શમશેર સિંહનિલકંતા શર્માગુરસહીબજીત અને મંદીપે સિંહે ગોલ કર્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડે ડિફેન્સ સાથે મેચની શરૂઆત કરી હતી અને બંને ટીમ મિડફિલડ રિજનથી આગળ બોલને જવા દેતા ન હતા. ભારતને સાતમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ટીમ કન્વર્ટ કરવામાં સફળ રહી ન હતી.

21 August, 2019 09:15 PM IST | Tokyo

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

News In Short : મેન્સ સ્કિટમાં હૅન્કૉક જીત્યો ત્રીજો ગોલ્ડ

હૅન્કૉક અગાઉ ૨૦૦૮ અને ૨૦૧૨ની ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ૨૦૧૬માં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું  ભારતનો અંગદ વીર સિંહ બાજવા આ સ્પર્ધામાં ૧૮મા ક્રમાંકે રહ્યો હતો. 

27 July, 2021 05:29 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ૩૮ રનથી હરાવ્યું

શ્રીલંકાએ શરૂઆત સારી કરી હતી, પંરતુ ત્યાર બાદ સમયાંતરે વિકેટ ગુમાવતાં ૧૫ ઓવર બાદ ૪ વિકેટે ૧૦૭ રનની સ્થિતિમાં આવી ગયું હતું અને ૧૮.૩ ઓવરમાં કુલ ૧૨૬ રને ઑલઆઉટ થયું હતું.

27 July, 2021 05:22 IST | Mumbai | Agency
અન્ય સ્પોર્ટ્સ

પૃથ્વી અને સૂર્યકુમારને મળી ઇંગ્લૅન્ડના પ્રવાસની ટિકિટ

ગિલ અને સુંદરને બદલે ટેસ્ટ-સિરીઝમાં રમવાની મળશે તક

27 July, 2021 05:17 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK