° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


કોચ મને ત્રણ જ મિનિટ રમવા મોકલે તો હું ગુસ્સે થાઉં જને! : રોનાલ્ડો

19 November, 2022 04:07 PM IST | Portugal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમયુના કોચ સાથેના તાજેતરના ટકરાવ વિશે વિડિયોમાં કહ્યું, ‘તેમણે મારું માન ન રાખ્યું તો હું પણ શું કામ રાખું’

રોનાલ્ડો અને મેસી

રોનાલ્ડો અને મેસી

પોર્ટુગલના સુપરસ્ટાર અને પ્રોફેશનલ ક્લબ ફુટબૉલમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) વતી રમતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં એમયુના કોચ એરિક ટેન હૅગ સાથે જે અણબનાવ બન્યો એની પેટછૂટી વાતો ૯૦ મિનિટના ઇન્ટરવ્યુમાં કરી છે. રોનાલ્ડોએ એમાં કહ્યું છે કે ‘કોચને મારા પ્રત્યે કોઈ માન નથી અને સહાનુભૂતિ પણ નથી. હું ઉશ્કેરાઈ જાઉં એવા તેમના અપ્રોચને લીધે તેમની સાથેના મારા સંબંધો હવે પહેલાં જેવા રહ્યા નથી.’
રોનાલ્ડોના એમયુ સાથેના કરારનો મોડો-વહેલો અંત આવી જશે તો નવાઈ નહીં લાગે. જોકે તેણે વર્લ્ડ કપ પછી ફરી એમયુ વતી રમવાની ઇચ્છા પણ બતાવી છે. તેણે વિડિયોમાં કહ્યું છે કે ‘તાજેતરમાં એમયુની ટૉટનમ સામેની ઇંગ્લિશ પ્રીમિયર લીગની મૅચ દરમ્યાનની ઘટનાની વાત કરું તો કોચ એરિકે એમાં મને ઉશ્કેર્યો હતો. પહેલાં તો તેમણે મને આખી મૅચ દરમ્યાન બેન્ચ પર બેસાડી રાખ્યો અને છેલ્લી ત્રણ મિનિટ બાકી હતી ત્યારે મને કહ્યું કે રમવા જા. મને એ ન ગમ્યું એટલે હું મૅચ પૂરી થતાં પહેલાં જ બહાર જતો રહ્યો હતો. મને ત્યાંથી જતા રહેવાનું ગમ્યું તો નહોતું અને એ વર્તન બદલ માફી પણ માગું છું, પરંતુ મને ત્રણ જ મિનિટ માટે રમવા મોકલવામાં આવે એવો પ્લેયર તો હું નથીને. ટૂંકમાં કહું તો તેઓ મારું માન નથી જાળવતા એટલે મેં પણ તેમનું માન જાળવવાનું છોડી દીધું છે.’
એમયુના માલિકોએ રોનાલ્ડોને ચાલુ મૅચે સ્ટેડિયમમાંથી નીકળી જવા બદલ ત્રણ દિવસ સસ્પેન્ડ કર્યો હતો. કોચ એરિકે તેને મુખ્ય ટીમથી દૂર રહેવા કહ્યું અને પછીની મૅચમાં તેને નહોતો રમાડ્યો. જોકે રોનાલ્ડોએ વિડિયોમાં કહ્યું છે કે ‘મને ત્રણ દિવસ સસ્પેન્ડ કરવા જેવી સજા આપવી જોઈએ એટલી મોટી મારી ભૂલ હતી? એમયુએનું આ પગલું વધુપડતું હતું. પછીથી મીડિયામાં મારી વિરુદ્ધનું મિશન પણ ચલાવાયું હતું. એનાથી મને આઘાત લાગ્યો હતો. શું ટીમના સૌથી મહત્ત્વના ખેલાડીને ત્રણ જ મિનિટ રમવા મોકલાય?’

19 November, 2022 04:07 PM IST | Portugal | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

પોર્ટુગલની જીતમાં રોનાલ્ડો બન્યો ‘હેર ઑફ ગૉડ’

ફર્નાન્ડિઝના નામે ગોલ રેકૉર્ડ થયો, પણ રોનાલ્ડોએ કહ્યું કે બૉલ છેલ્લે મારા વાળને અડીને ગયો એટલે ગોલ મારા નામે લખાવો જોઈએ ઃ પોર્ટુગલ પણ પ્રી-ક્વૉર્ટરમાં

30 November, 2022 12:39 IST | Doha | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રોનાલ્ડો આજે જ પોર્ટુગલને નૉકઆઉટમાં પહોંચાડશે?

૩૭ વર્ષના રોનાલ્ડોએ વિશ્વકપમાં ઘાના સામેની પહેલી જ મૅચમાં ગોલ કરીને પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનારો વિશ્વનો પહેલો ખેલાડી બન્યો હતો.

28 November, 2022 12:13 IST | Doha | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

રોનાલ્ડોના વિશ્વવિક્રમી ગોલ પછી પોર્ટુગલ ઘાનાના ઘાથી બચ્યું

પાંચ વર્લ્ડ કપમાં ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફુટબોલર ઃ આફ્રિકન હરીફોના ઉપરાઉપરી બે ગોલે શ્વાસ અધ્ધર કરી દીધા અને ત્રીજો થતાં-થતાં રહી ગયો ઃ પોર્ટુગલનો ૩-૨થી વિજય

26 November, 2022 06:32 IST | Qatar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK