Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નીરજ ચોપરા પર આવી ગયું આ બોલિવૂડ એક્ટ્રેસનું દિલ

નીરજ ચોપરા પર આવી ગયું આ બોલિવૂડ એક્ટ્રેસનું દિલ

13 December, 2021 03:27 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નીરજના ચાહકોની યાદીમાં એક નવું નામ જોડાયું છે અને તે નામ છે અભિનેત્રી જોયિતા ચેટર્જીનું.

નીરજ ચોપરા. ફાઇલ ફોટો/પીટીઆઈ

નીરજ ચોપરા. ફાઇલ ફોટો/પીટીઆઈ


ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતીયોને ગર્વ અનુભવવાની તક આપનાર નીરજ ચોપરાના ફેન્સમાં બોલિવૂડ સેલેબ્સ પણ સામેલ છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ નીરજના વખાણ થઈ રહ્યા છે. જ્યારથી નીરજે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારથી તેની જીતની ચર્ચાઓ થઈ રહી છે. આ સાથે જ નીરજના ચાહકોની યાદીમાં એક નવું નામ જોડાયું છે અને તે નામ છે અભિનેત્રી જોયિતા ચેટર્જીનું.

એક મીડિયા હાઉસના અહેવાલ અનુસાર ‘ક્લાસ ઓફ 2020’ અભિનેત્રી જોયિતા ચેટર્જીએ ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાના વખાણ કર્યા છે. અભિનેત્રી જોયિતા ચેટર્જીએ કહ્યું કે “ઓલિમ્પિકમાં જીત્યા પછી મને નીરજ ચોપરા વિશે ખબર પડી, પછી મેં તેને જોવાનું શરૂ કર્યું હતું. તે પ્રસિદ્ધિ વિશે નથી, હું જાણું છું તે દરેક અભિનેતા તેના વખાણ કરે છે. કિયારા અડવાણીથી લઈને બાજુની છોકરી સુધી, બધા તાળીઓ પાડી રહ્યા હતા. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે મને ખબર નહોતી કે હું તેના પ્રેમમાં પડી જઈશ.”



જોયિતા ચેટર્જીએ કહ્યું કે “જ્યારે મેં તેમના વીડિયો જોવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે તેમનામાં એક અલગ પ્રકારની સરળતા હતી. તેણે જીવનમાં ઘણું બધું મેળવ્યું હોવા છતાં તેના પગ જમીન પર છે. તે દેખાડો કરતો નથી અને મને નીરજની આ વાત ગમે છે. આજના જમાનામાં જ્યાં દરેક વસ્તુ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે અને વસ્તુઓ ખૂબ જ અયોગ્ય છે, નીરજ જેવા વ્યક્તિએ મારું હૃદય પીગળાવ્યું છે. જો હું નહીં, તો જે પણ તેને મેળવશે તે સૌથી નસીબદાર છોકરી હશે.” જોયિતાએ કહ્યું કે મેં નક્કી કર્યું છે કે હું એક અભિનેતાની જિંદગી નહીં જીવીશ કારણ કે હું સાદું જીવન જીવવા માંગુ છું અને નીરજમાં એક આદર્શ વ્યક્તિના તમામ ગુણો છે.”


Whatsapp-channel Whatsapp-channel

13 December, 2021 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK