Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હાલેપ પૅનિક-અટૅક પછી હારી

28 May, 2022 03:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ નંબર વન જૉકોવિચ અને સ્વૉનટેક જીત્યાં

હાલેપ પૅનિક-અટૅક પછી હારી

હાલેપ પૅનિક-અટૅક પછી હારી


ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન અને ૨૦૧૮માં ફ્રેન્ચ ઓપન જીતી ચૂકેલી રોમાનિયાની સિમોના હાલેપ ગઈ કાલે પૅરિસમાં બીજા રાઉન્ડની મૅચ દરમ્યાન પૅનિક-અટૅકનો શિકાર થઈ હતી અને ત્યાર પછી તેણે પરાજય જોવો પડ્યો હતો. ૩૦ વર્ષની હાલેપ ચીનની ઝેન્ગ કિન્વેન સામે રમી રહી હતી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. ગભરાટના આ હુમલાને પગલે તેણે ટ્રેઇનરને બોલાવ્યા હતા. તબિયત સારી લાગતાં તેણે ફરી રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ છેવટે ૧૯ વર્ષની ઝેન્ગ સામે ૬-૨, ૨-૬, ૧-૬થી હારી ગઈ હતી. ઝેન્ગની કરીઅરની આ સૌથી મોટી જીત હતી.
૧૦ ટૉપ-સીડેડમાંથી ૭ પ્લેયર્સ આ સ્પર્ધામાં શરૂઆતના રાઉન્ડમાં જ હારી ગઈ છે. જોકે વર્લ્ડ નંબર વન ઇગા સ્વૉનટેક અપરાજિત રહી છે. તેણે અમેરિકાની ઍલિસન રિસ્કીને ૬-૦, ૬-૨થી હરાવી હતી. જોકે ગુરુવારે કૅરોલિના પ્લિસકોવા હારી જતાં સ્પર્ધાને વધુ એક ઝટકો લાગ્યો હતો.
પુરુષોમાં મંગળવારે ૩૨મો જન્મદિન ઊજવનાર ઇંગ્લૅન્ડનો ડૅન ઇવાન્સ છાતીમાં ઇન્ફેક્શન બદલ દુખાવો થતાં તેને સ્વીડનના માઇકલ યેમર સામેની મૅચ દરમ્યાન રમવામાં તકલીફ થઈ હતી. છેવટે તે ૩-૬, ૬-૩, ૨-૬, ૩-૬થી હારી ગયો હતો.
વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ ગઈ કાલે અલ્જાઝ બેડેની સામે ૬-૩, ૬-૩, ૬-૨થી જીતીને પ્રી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2022 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK