Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > French Open ફાઇનલ પહેલા સ્ટેફાનોની દાદીનું થયું નિધન, 5 મિનિટ પહેલા મળ્યા સમાચાર

French Open ફાઇનલ પહેલા સ્ટેફાનોની દાદીનું થયું નિધન, 5 મિનિટ પહેલા મળ્યા સમાચાર

14 June, 2021 05:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મેચ પછી સ્ટેફાનો ત્સિસ્તિપાસ (Stefanos tsitsipas)એ ખુલાસો કર્યો કે ફાઇનલ મેચ શરૂ થવાની બરાબર પહેલા જ તેને ખબર પડી કે તેની દાદીનું નિધન થઈ ગયું છે.

તસવીર સૌજન્ય AFP

તસવીર સૌજન્ય AFP


ટેનિસ સ્ટાર સ્ટેફાનો ત્સિત્સિપાસ ફ્રેન્ચ ઓપન જીતી શક્યો નહીં. ફાઇનલમાં નોવાક જોકોવિચ સામે પહેલા બે સેટ જીત્યા પછી છેલ્લા ત્રણ સેટ તે ગુમાવી બેછો. તેણે 6-7 (6/8), 2-6, 6-3,6-2, 6-4થી હારનો સામનો કર્યો. મેચ પછી સ્ટેફાનો ત્સિત્સિપાસે ખુલાસો કર્યો કે ફાઇનલ મેચ શરૂ થતા પહેલા જ તેને ખબર પડી કે તેની દાદીનું નિધન થઈ ગયું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને દાદીને શ્રદ્ધાંજલિ આપી. તેણે પોતાના પહેલા ફ્રેન્ચ ઓપન ફાઇનલને પોતાની દાદીને જ સમર્પિત કરી છે.

22 વર્ષના ત્સિત્સિપાસે લખ્યું, "કૉર્ટમાં જવાની પાંચ મિનિટ પહેલા મારી દાદી જીવની જંગ હારી ગયા. એક બુદ્ધિમાન મહિલા જેના જીવનમાં વિશ્વાસ હતો અને તે હંમેશાં આપવા માટે તૈયાર રહેતી હતી. મેં એવી વ્યક્તિ નથી જોઇ. આ વિશ્વમાં તેમના જેવા હજી વધારે લોકો હોવાની જરૂર છે. કારણકે તેમના જેવા લોકો તમને જીવતા રાખે છે. તે તમને સપના જોવા આપે છે."



ત્સિત્સિપાસે કહ્યું કે જીવનમાં ટ્રૉફી જીતવા કરતા પણ વધારે જરૂરી વસ્તુઓ હોય છે. તેણે કહ્યું કે, "જીવન ફક્ત જીતવા કે હારવા વિશે નથી. જીવનની દરેક ક્ષણ માણવી જરૂરી છે પછી તે એકલા હોવ કે બધાની સાથે. દુઃખ અને તકલીફ વગર અર્થપૂર્ણ જીવન જરૂરી છે. ટ્રૉફી ઉપાડવા અને જીતનો આનંદ પણ ત્યારે થાય છે પણ આ બધું કંઇ નથી."


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stefanos Tsitsipas (@stefanostsitsipas98)


આવી રહી ફ્રેન્ચ ઓપનની ફાઇનલ મેચ
ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પાંચમી વરીયતા પ્રાપ્ત ત્સિત્સિપાસે પહેલા બબે સેટ 7-6, 6-2થી જીતીને શાનદાર શરૂઆત કરી પણ શીર્ષ વરીય જોકોવિચે બીજા હે સેટ 6-3 , 6-2થી જીતીને મેચને પાંચમા અને નિર્ણાયક સેટમાં ખેંચી. જોકોવિચે ત્સિત્સિપાસનો યૂનાનનો પહેલો ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન બનવાનું સપનું પણ તોડી દીધું. જોકોવિચ હવે રોજર ફેડરર અને રાફેલ નડાલના રેકૉર્ડ 20 ગ્રાન્ડસ્લેમ ટ્રૉફીની બરાબરી કરવાથી ફક્ત એક ડગલું દૂર છે. 22 વર્ષના ત્સિત્સિપાસને પીઠમાં દુઃખાવાને કારણે મેચ દરમિયાન ત્રીજા સેટ પછી કૉર્ટ પર જ પોતાના સ્ટ્રેચર પર સારવાર પણ લેવી પડી હતી.

જોકોવિચે આ પેહલા પણ પોતાના કરિઅરમાં પાંચ વાર પહેલા બે સેટ ગુમાવ્યા છતાં જીત હાંસલ કરવામાં સફળતા મેળવી છે. આ મેચ પહેલા પાંચ સેટ સુધી ચાલતી મેચમાં સર્બિયાના આ ખેલાડીએ 34 વાર જીત નોંધાવી હતી જ્યારે 10 વાર તેને હારનો સામનો કરવો પડ્યો.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2021 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK