° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


રોનાલ્ડો બેન્ચ પર, રામોસ સાતમા આસમાને

08 December, 2022 12:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોર્ટુગલે સ્વિટ્ઝરલૅન્ડને ૬-૧થી હરાવ્યું : કૅપ્ટન રોનાલ્ડોને શરૂઆતથી ન રમવા મળ્યું, જ્યારે તેના વિકલ્પ રામોસે ડેબ્યુમાં જ હૅટ-ટ્રિક ગોલથી ધૂમ મચાવી

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતથી બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો. છેક ૭૩મી મિનિટમાં તેને સબસ્ટિટ્યૂટ તરીકે મોકલવામાં આવ્યો હતો.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને શરૂઆતથી બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હતો. છેક ૭૩મી મિનિટમાં તેને સબસ્ટિટ્યૂટ તરીકે મોકલવામાં આવ્યો હતો.

પોર્ટુગલે વર્લ્ડ કપમાં મંગળવારે સ્વિટ્ઝરલૅન્ડને ૬-૧ના અણધાર્યા તોતિંગ ટાર્ગેટથી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમના કૅપ્ટન અને સુપરસ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને બીજી ડિસેમ્બરે સાઉથ કોરિયા સામેની ગ્રુપ સ્ટેજની મૅચમાં પોર્ટુગલના ૧-૨થી થયેલા પરાજય પહેલાં બેન્ચ પર બેસાડી દેવામાં આવતાં કોચ ફર્નાન્ડો સૅન્ટોસ સાથે જે કથિત વર્તન કર્યું હતું એ બદલ તેને (રોનાલ્ડોને) મંગળવારની મૅચમાં શરૂઆતથી નહોતો રમાડવામાં આવ્યો. રોનાલ્ડોને સેકન્ડ-હાફમાં મોડેથી સબસ્ટિટ્યૂટ તરીકે રમવા મોકલવામાં આવ્યો હતો. એકંદરે રોનાલ્ડો વગર પણ પોર્ટુગલની ટીમે ૬-૧થી જીતીને સનસનાટી મચાવી દીધી હતી.

૨૧ વર્ષના નવા ખેલાડી ગુસાલો રામોસે ગોલની હૅટ-ટ્રિક કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેણે ૧૭, ૫૧, ૬૭મી મિનિટમાં ગોલ કર્યો હતો. રોનાલ્ડોની ગેરહાજરીમાં કૅપ્ટન્સીની જવાબદારી સંભાળનાર ખુદ પેપેએ ૩૩મી મિનિટમાં ગોલ કર્યો હતો, જ્યારે બીજો એક-એક ગોલ ગેરિરો અને રાફેલ લિઆઓએ અનુક્રમે પંચાવન અને ૯૨મી મિનિટમાં કર્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડ વતી એકમાત્ર ગોલ ઍકન્જીએ ૫૮મી મિનિટમાં કર્યો હતો.

રોનાલ્ડોના ડેબ્યુ વખતે રામોસ બે વર્ષનો હતો

રોનાલ્ડોને બદલે રામોસને મૅચની શરૂઆતથી મેદાન પર મોકલવામાં આવ્યો ત્યારે મોટા ભાગના લોકોને આશ્ચર્ય થયું હશે. રોનાલ્ડો ૩૭ વર્ષનો અને રામોસ ૨૧ વર્ષનો છે. રોનાલ્ડોએ પોર્ટુગલ વતી ડેબ્યુ કર્યું હતું ત્યારે રામોસ માંડ બે વર્ષનો હતો. મંગળવારે રામોસે તેનો વિકલ્પ બનવા મળતાં જ મોકો ઝડપી લીધો હતો. રામોસની આ પહેલી જ વર્લ્ડ કપ મૅચ હતી અને એમાં તેણે કમાલ કરી નાખી.

શનિવારે મોરોક્કો સામે ક્વૉર્ટર

હવે શનિવારે મોરક્કો સામેની ક્વૉર્ટર ફાઇનલમાં પોર્ટુગલ વતી રોનાલ્ડોને ટીમમાં સ્ટાર્ટિંગ લાઇન-અપમાં કમબૅક મળશે કે રામોસને જ તેના બદલે રમાડવાનું ચાલુ રખાશે એની ફુટબૉલજગતમાં ખૂબ ચર્ચા છે. જોકે એવું પણ મનાય છે કે બીજા કોઈ ખેલાડીને ડ્રૉપ કરીને રોનાલ્ડોને ફરી રમવાનો મોકો અપાશે.

પોર્ટુગલનો પેપે બન્યો વર્લ્ડ કપના નૉકઆઉટનો ઑલ્ડેસ્ટ ગોલ-સ્કોરર

(૧) મંગળવારે ત્રણ ગોલ કરનાર ગુઝાલો રામોસની ઉંમર ૨૧ વર્ષ અને ૧૬૯ દિવસની છે. તે ફિફા વર્લ્ડ કપમાં સૌથી નાની વયે હૅટ-ટ્રિક ગોલ કરનારાઓમાં છેલ્લાં ૬૦ વર્ષના ઇતિહાસનો (૧૯૬૨ના હંગેરીના ફ્લોરિયન આલ્બર્ટ પછીનો) યંગેસ્ટ ખેલાડી છે.

(૨) પોર્ટુગલનો કાર્યવાહક કૅપ્ટન પેપે ફિફા વર્લ્ડ કપની નૉકઆઉટ રાઉન્ડની મૅચમાં ગોલ કરનારો વિશ્વનો ઑલ્ડેસ્ટ ખેલાડી બન્યો છે. તેની ઉંમર ૩૯ વર્ષ અને ૨૮૩ દિવસની છે. તે વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરે ગોલ કરનાર કૅમરૂનના રોજર મિલા પછી બીજા સ્થાને છે. ૧૯૯૪ના વિશ્વકપમાં મિલાએ ગોલ કર્યો હતો ત્યારે તેની ઉંમર ૪૨ વર્ષ અને ૩૯ દિવસની હતી.

(૩) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પોર્ટુગલ વતી મોટી ટુર્નામેન્ટની મૅચમાં બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો હોવાનું ૨૦૦૮ની સાલ પછી પહેલી વાર બન્યું છે. ૧૪ વર્ષ પહેલાં યુરો કપમાં તેને એક મૅચમાં નહોતો રમાડવામાં આવ્યો.

(૪) રોનાલ્ડો હજી સુધી પાંચ વર્લ્ડ કપમાં ક્યારેય નૉકઆઉટ રાઉન્ડમાં ગોલ નથી કરી શક્યો ત્યાં મંગળવારે તેને બદલે રમાડવામાં આવેલા રામોસે વર્લ્ડ કપના ડેબ્યુમાં નૉકઆઉટમાં ગોલની હૅટ-ટ્રિક નોંધાવી હતી.

08 December, 2022 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

News In Short : વેટરન્સ ટેબલ ટેનિસમાં યોગેશ દેસાઈ વર્લ્ડ ચૅમ્પિયન

તેમણે સેમી ફાઇનલમાં ઑસ્ટ્રિયાના રેઇનહાર્ડ સૉર્ગરને ૩-૨થી પરાજિત કર્યા હતા

01 February, 2023 12:48 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ખેલમાં ભારતનું ભાવિ ઘડનાર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો આરંભ

ભોપાલના ટીટી નગર સ્ટેડિયમમાં સોમવારે આતશબાજી વચ્ચે શાનદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી.

01 February, 2023 12:28 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
અન્ય સ્પોર્ટ્સ

હૉકીનું ચૅમ્પિયન જર્મની રૅન્કિંગ્સમાં ચોથા પરથી પહેલા નંબરે : ભારતના હૉકી કોચનું

ભારતીય હૉકી ટીમ છેક નવમા નંબર પર રહી એને પગલે ટીમના ૫૮ વર્ષની ઉંમરના કોચ ગ્રેહામ રીડે ગઈ કાલે રાજીનામું આપ્યું હતું

31 January, 2023 03:18 IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK