Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > નેધરલૅન્ડ્સ છેલ્લી ઘડીના ગોલથી જીત્યું

નેધરલૅન્ડ્સ છેલ્લી ઘડીના ગોલથી જીત્યું

23 November, 2022 02:56 PM IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફર્સ્ટ-હાફ ૦-૦ની બરાબરીમાં રહ્યા બાદ સેકન્ડ હાફમાં છેક ૮૪મી મિનિટ સુધી કોઈનો ગોલ નહોતો થયો,

સેનેગલના પાટનગર ડાકારમાં એક સ્થળે ફુટબૉલપ્રેમીઓ આઘાતમાં ડૂબી ગયા હતા. તસવીર એ.એફ.પી.

FIFA World Cup

સેનેગલના પાટનગર ડાકારમાં એક સ્થળે ફુટબૉલપ્રેમીઓ આઘાતમાં ડૂબી ગયા હતા. તસવીર એ.એફ.પી.


ફિફા વર્લ્ડ કપ રવિવારે શરૂ થયો એ પહેલાં ૨૦૨૨માં કુલ ૮માંથી ૬ મૅચ જીતીને અને બે ડ્રૉ મૅચના પરિણામ સાથે કતાર આવેલી નેધરલૅન્ડ્સની ટીમે સોમવારે ગ્રુપ ‘એ’માં આફ્રિકન દેશ સેનેગલની ટીમને છેલ્લી મિનિટના બે ગોલથી હરાવીને વિજયી શ્રીગણેશ કર્યા હતા. ફર્સ્ટ-હાફ ૦-૦ની બરાબરીમાં રહ્યા બાદ સેકન્ડ હાફમાં છેક ૮૪મી મિનિટ સુધી કોઈનો ગોલ નહોતો થયો, પરંતુ વર્જિલ વૉન ડાઇકના સુકાનમાં રમેલી નેધરલૅન્ડ્સની ટીમના કૉડી હક્પોએ ૮૪મી મિનિટે અને સબસ્ટિટ્યૂટ ડેવી ક્લાસેને મુખ્ય મૅચ પછીના ઇન્જરી ટાઇમની ૯મી મિનિટે (કુલ ૯૯મી મિનિટે) ગોલ કરીને નેધરલૅન્ડ્સને ૨-૦થી રોમાંચક વિજય અપાવ્યો હતો. હવે નેધરલૅન્ડ્સની શુક્રવારે ઇક્વાડોર સામે મૅચ રમાશે.

0-0
ગઈ કાલે ટ્યુનિશિયા અને ડેન્માર્ક વચ્ચેની મૅચ આટલા સ્કોર સાથે ડ્રૉમાં પરિણમી હતી.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 02:56 PM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK